સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ઠાકોરવાસ ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 12:13:26
  • Views : 431
  • Modified Date : 2019-10-06 12:13:26

યાત્રાધામ ઢીમામાં ગામમાંથી ભોરોલ જવાના મુખ્ય માર્ગમાં અને ઠાકોરવાસ નજીક પ્રતાપપુરા ત્રણ રસ્તા નજીક છેલ્લાં કેટલાંક સમયથી ગામમાં જતી પીવાના પાણીની પાઈપલાઈન ફૂટી જવાથી મોટું તળાવ ભરાયેલું રહે છે. તો વળી સ્થાનિક ગ્રામપંચાયત અને સરપંચને અનેક વખત મૌખિક રજૂઆતો કરી છે. ત્યારે રાહદારીઓ, ગ્રામજનોને શાળાએ જતાં બાળકો સહિત ખેડૂતોને પણ કાદવ કિચડમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ત્યારે સત્વરે પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરાવે તેવી માંગ ઉઠી છે.
યાત્રાધામ ઢીમા ગામનો મુખ્ય રસ્તો હોઈ ગ્રામજનોને ખુબ જ મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. તો વળી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા આવેલી હોવાથી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની બાલિકાઓ પણ અભ્યાસ અર્થે ગંદા પાણીમાંથી પસાર થઈ જવું પડે છે. તો વળી ઘણાં સમયથી પડેલું દૂષિત પાણીથી ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. આ અંગે રાણાભાઈ ઢેમેચાએ જણાવ્યું હતું કે અમોએ સરપંચ હર્ષાબેનને અનેક રજુઆત કરી છે. છતાં પણ હજુ સુધી પીવાનાં પાણીની લીકેજ પાઈપલાઈન રીપેરીંગ નથી કરતા ત્યારે સત્વરે પાણીનો બગાડ અટકાવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News