ઓલ સર્વિસ ગ્લોબલ કંપની અંબાજી ધામને "ગંદકી ગુજરાત કી" બનાવી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-28 11:49:54
  • Views : 419
  • Modified Date : 2020-01-28 11:49:54

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની ગણના દેશના ૫૧ શક્તિપીઠ પૈકી આદ્યશક્તિપીઠ તરીકે થાય છે. આ ધામમા માં અંબાનું સૌથી મોટું અને પ્રાચીન ગોલ્ડન ટેમ્પલ આવેલું છે. આ મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોઈ આ ધામ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ મંદિરમાં નવરાત્રી પર્વ અને ભાદરવી મહાકુંભ ધામધૂમથી ઉજવાય છે. આ મંદિર તરફ જવા માટે સામાન્ય માઈ ભક્તો લાઈનમાં ફરીફરીને શક્તિદ્વાર ગેટનો ઉપયોગ કરે છે. જયારે વીઆઇપી લોકો અને વીઆઈપી ભક્તો વીઆઈપી માર્ગ થઇ ૭ નંબર ગેટનો
ઉપયોગ કરે છે. અંબાજીના જુના બજારમાં ૭ નંબર ગેટ આવેલો હોઈ બજારમાં થઇ મંદિરના ૭ નંબર ગેટ પર જવાય છે. પરંતુ યાત્રાધામ અંબાજીમા જ્યારથી "ઓલ સર્વિસ ગ્લોબલ કંપની સાફ સફાઈ માટે આવી છે ત્યારથી આ ધામની હાલત ખુબ  ખરાબ થઇ છે અને આવનારા દિવસોમાં આ સ્થિતિ વધુ બગડે તેવું દેખાઈ રહ્યુ છે.
અંબાજીના વીઆઈપી માર્ગ ઉપર અવારનવાર ગટરોનું પાણી માર્ગો ઉપર ફરતુ હોય છે. આ માર્ગ ઉપર અંબાજી બહારથી માતાજીના દર્શનના કરવા આવતા માઈ ભક્તો ગટરોના પાણીમાં
પલળી માતાજીના દર્શન કરવા જાય ત્યારે તેમની લાગણી દુભાય છે પણ વહીવટી તંત્રની અણઆવડતથી અંબાજીમાં ગટરો ઉભરાવવાની સમસ્યા અઠવાડીયામાં એકાદ વાર બનતી રહે છે. નવાઈની વાત એ છે કે અંબાજી મંદિરના બાહોશ વહીવટદાર એસ.જે.ચાવડા પણ આજ વીઆઈપી માર્ગ ઉપરથી મંદિર જાય છે પણ તેવો ઓલ સર્વિસ ગ્લોબલ કંપની આગળ બહાદુરી બતાવતા નથી અને આજ કારણે આ કંપનીના સંચાલકો પોતાની મરજી ચલાવી ભારે ધૂપ્પલબાજી કરી
રહ્યા છે અને આ ધામના વેપારીઓ અને માઈ ભક્તોને ગટરના પાણીમાંથી ચાલી જવું પડે છે જે ગંભીર બાબત છે. ગુજરાતના વિકાસની વાતો કરતા મોટા મોટા નેતા હોય આ તસવીરો જોઈ તાત્કાલિક ધોરણે અંબાજીમાં સફાઈ પૂરી પાડતી ઓલ સર્વિસ ગ્લોબલના સંચાલકો ઉપર કાયદેસર પગલાં ભરી આ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ આખા અંબાજીના લોકો કરી રહ્યા છે.
અંબાજીના સામાજિક કાર્યકર અને યુવા નેતા સુનિલ બ્રહ્મભટ્ટ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અંબાજીના વી.આઇ.પી. માર્ગ ઉપર ગટરનું પાણી ફરી વળતા આ બાબતની ગંભીર ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા વહીવટીતંત્ર ફફડી ઉઠયું હતું. તાત્કાલિક ધોરણે આ ગટરનું પાણી  બપોરે બંધ થયું હતું. આમ ભવિષ્યમાં પણ આ રીતનું ગટરનું પાણી માર્ગ ઉપર આવે તો નવાઈ નહીં, ઓલ સર્વિસની ભૂલને કારણે અંબાજીના લોકોને અવાર-નવાર હેરાન પરેશાન થવું પડે છે.
અંબાજી ગ્રામ પંચાયત, અંબાજી મંદિર, અને ઓલ સર્વિસ ગ્લોબલની બેદરકારીને કારણે અંબાજી ધામ ગંદકી ગુજરાત કી બની ગયુ છે. અંબાજીમાં અમિતાભ બચ્ચન ખુશ્બુ ગુજરાત કી ની જાહેરાત કરવા આવ્યા ત્યારે આ ધામ સુંદર અને સારું હતું પરંતુ જ્યારથી ઓલ સર્વિસ ગ્લોબલ કંપની અંબાજીમાં આવી છે ત્યારથી આ ધામ ગંદકી ગુજરાત કી બની ગયુ છે.

Download Our B K News Today App



Related News