થરા પોલીસ લાઇનમાં ગટરો ઉભરાતા ગંદકી ફેલાઈ સ્વચ્છતા અભિયાનના લીરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 11:39:25
  • Views : 441
  • Modified Date : 2019-06-28 11:39:25

કાંકરેજ તાલુકના થરા નગર પાલિકા વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી પોલીસ લાઇન વિસ્તારમાં  ગટરો સાફ ના કરાતા ગટરોના ગંદા પાણી ઉભરાવા પામ્યા છે. પરિણામે આ પાણીના નિકાલ માટે
પોલીસ પરિવાર દ્વારા  
પાલિકાને જાણ  કરવા છતા  
પાલિકાએ કોઈ કાર્યવાહી ના કરતા પોલીસ પરિવારને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે એવો આક્ષેપ કર્યો હતો કે પાલિકા સતાવાળાઓને વારંવાર જાણ કરવા છતા કોઈ યોગ્ય નિકાલ કર્યો નથી.
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં હાઈવે પર આવેલ થરા પોલીસ લાઇનમાં ગટરોના ગંદા પાણીની ગટરો ઉભરાતા ગંદકી ફેલાવા પામી છે અને સરકારની સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી છે.  જોખમી રીતે ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે. વારંવાર પોલીસ પરિવાર દ્વારા આ બાબતે તેનો નિકાલ લાવવા પાલિકાને જાણ કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ કરવમાં આવ્યો નથી. તેમ
પોલીસ પરિવારના રાઇટર હેડ રમેશભાઈએ જણાવ્યું હતું. આ બાબતે પાલિકાના કર્મી હિતેશ મોચીએ જણાવ્યું હતું કે
પોલીસ લાઇનમાં પાણી
પુરવઠા વિભાગે ગટર લાઇન જોઈન કરી નથી તથા અત્યારે અમારે પાલિકાનું વેક્યુમ બગડેલું છે એટલે પાણી ખેંચી શકાય તેમ નથી. થરામાં ઠેર ઠેર દબાણ અને ગંદકીના પ્રશ્નો ચોમાસાની શરૂઆતમાં બની રહ્યા છે.
ત્યારે પાલિકા જોડે કોઈ પ્રિમોન્સૂન પ્લાનની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. તો આ બાબતે તંત્ર યોગ્ય
પગલાં ભરે તેવી નગરજનોની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News