ડીસાના એસ.સી.ડબલ્યુ. સ્કૂલ પાછળનો વિસ્તાર ગંદકીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 12:09:49
  • Views : 445
  • Modified Date : 2019-06-28 12:09:49

બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપે સોપાન સંભાળી છે ત્યારથી ડીસા શહેરનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આજે પણ ડીસા શહેરના ઘણાં વિસ્તારો છે જ્યાં લોકો ગંદકીના કારણે ભારે હેરાન થઈ રહ્યા છે. ડીસા શહેરના એસ.સી.ડબલ્યુ. સ્કૂલ પાછળ આવેલ આ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ગંદકી ખદબદી ઉઠી છે. જેના કારણે સ્થાનિક લોકોએ નગરપાલિકા સામે ભારે રોષની લાગણી ઠાલવી છે.
લાંબા સમય બાદ જ્યારથી ડીસા નગરપાલિકામાં ભાજપે સોપાન સંભાળ્યો છે ત્યારથી ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. જેમાં ડીસા શહેરમાં સારો વરસાદ થયો છે. ત્યારે ડીસા નગરપાલિકામાં ચોમાસા પહેલાં ડીસા શહેરના તમામ રસ્તાઓ, ગટરો નાળાઓની સફાઈ અને ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં જ આ ગ્રાન્ટ વાપરી માત્ર કાગળ પર જ કામ બતાવવામાં આવે છે ત્યારે હજુ પણ ડીસા શહેરના અનેક વિસ્તારો છે. જ્યાં લોકો ગંદકીથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વાત કરવામાં આવે, ડીસા શહેરના એસ.સી.ડબલ્યુ. સ્કૂલ પાછળના વિસ્તારની તો આ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ડીસા નગરપાલિકા દ્વારા કોઇ જ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. હમણાં જ ડીસા શહેરમાં પડેલ વરસાદના કારણે આ વિસ્તારમાં ચારેબાજુ ગંદકી જોવા મળી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની સાફ-સફાઇ કરવામાં આવતી નથી. જેથી હાલ આ વિસ્તારમાં ચારે બાજુ ગંદકી જોવા મળી રહી છે.
આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઇ પ્રકારની સાફ-સફાઇ કરવામાં આવી નથી. જો હજુ પણ આ વિસ્તારમાં સાફ-સફાઇ કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ભારે રોગચાળો થવાની શક્યતા છે. ત્યારે આ વિસ્તારના લોકાની માંગ છે કે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લઇ અને તમામ ઘરો અને રોડ ઉપર થયેલ ગંદકીની સાફ સફાઈ કરવામાં આવે.

Download Our B K News Today App



Related News