ડીસાની ક્રિષ્નાવીલા સોસાયટી ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 11:45:09
  • Views : 441
  • Modified Date : 2019-12-02 11:45:09

ડીસા શહેરમાં પાટણ રોડ
પર આવેલી ક્રિષ્નાવીલા સોસાયટીમાં ઠેર-ઠેર ગંદકીનો માહોલ છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના પગલા લેવામાં આવતા નથી.
અભણને પણ ખબર પડે તેવા આ સૂત્ર દરેક શાળાઓમાં અને જાહેર જગ્યાઓમાં અચૂક જોવા મળે છે. પરંતુ હાલની આપણી સરકારે બીજી ઓક્ટોબર ૨૦૧૪થી આદરેલી આ સ્વચ્છ ઝુંબેશને સફળ બનાવવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. કેમકે  ગંદકીના કારણે મચ્છરોનો
ઉપદ્રવને લઈ નગરના દરેક વિસ્તારમાં રહીશો નાની-મોટી બીમારીઓ માં સંપડાયેલા છે. ત્યારે ક્રિષ્નાવીલા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં માત્ર
નગરપાલિકાની  ચૂંટણી હોય ત્યારે અમારી પાસે વોટ લેવા માટે આવે છે પણ તે ચૂંટાયા પછી  ફરી કોઈ દિવસ અમારી કોઈ સમસ્યાનું નિવારણ લાવવામાં આવતું નથી કે અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અમારા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી ગટરોની સફાઈ કરવામાં ન આવતી હોવાથી ગટરો ઉભરાવાના કારણે ગંદકી થાય છે. ગંદકી થવાના કારણે મચ્છરો થાય છે. તેથી ડેન્ગ્યુ જેવા રોગો થવાની સંભાવના પણ રહે છે. આથી તાત્કાલિક ધોરણે ગટરોની સફાઈ કરવામાં આવે અને ગંદકી  દૂર કરવામાં આવે તેવી ક્રિષ્નાવીલા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News