પ્રગતિશીલ સરકારમાં ગ્રાન્ટના અભાવે ગાંધીનગર પોલીસનો પગાર નહિ થાય !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 10:57:16
  • Views : 346
  • Modified Date : 2021-01-28 10:57:16

રાજ્યની સરકાર પોલીસના જાેરે ચાલી રહી છે ત્યારે પોલીસ કર્મચારીઓને જ પગાર માટે ફાંફે ચડાવી રહી છે. સામાન્ય રીતે સરકારમાં મહિનાની છેલ્લી અથવા પહેલી તારીને પગાર થતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની પોલીસને ચાલુ મહિનાનો પગાર વહેલો મળશે નહિ. રાજ્યમાં ભાજપની સરકાર પોલીસના દમ ઉપર જ ટકી રહી છે. તેમ છતા
પોલીસના પગાર માટેની ગ્રાન્ટ સમયસર મળતી નથી. પરિણામે પોલીસ કર્મચારીઓને એકથી
પાંચ તારીખમાં લોનના હપ્તાની વ્યવસ્થા કરવા સંદેશ મોકલવામાં આવી રહ્યા છે.
રાજ્યની ભાજપ સરકારમાં ખેડૂતો, શિક્ષિત બેરોજગાર અને ધંધાદારી લોકોને સમસ્યા મોટા પ્રમાણમાં છે. પરંતુ હવે તો જ્યાં બેસીને વહિવટ કરાઇ રહ્યો છે, જેમનો ઉપયોગ સુરક્ષા માટે કરવામાં આવી રહ્યો છે. તેવા ગાંધીનગર જિલ્લાના પોલીસ કર્મચારીઓના પગારની ગ્રાન્ટ યોગ્ય સમયે ફાળવવામાં આવતી નથી. મહિને લાખ્ખો રૂપિયાનો પગાર લેતા નેતાઓ પોતાનો પગાર સમયસર મેળવી લે છે. પરંતુ કર્મચારી વિરોધી સરકાર પોલીસ કર્મચારીઓને પણ ફાંફે ચડાવી રહી છે.
પોલીસ વિભાગની હિસાબી શાખા દ્વારા પોલીસ કર્મચારીઓને સંદેશ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં જણાવ્યુ છેકે, ગ્રાન્ટના અભાવે પગારબીલ દાખલ કરાયા નથી. પરિણામે જે અધિકારી, કર્મચારીને લોનના હપ્તા તારીખ ૦૧થી ૦૫માં આવતા હોય તેમણે લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા જાતે કરી લેવી. આ સંદેશ જ
પુરવાર કરી રહી છેકે, સરકાર કર્મચારી વિરોધી છે. રાજ્યના તમામ મંડળો, સંગઠનો ગાંધીનગરમાં મોરચો માંડે છે. ત્યારે પાટનગરની જ પોલીસ સરકાર સુધી પહોચતા અટકાવે છે. પરંતુ સુરક્ષાની કામગીરી કરતી પોલીસને જ ગતિ બાદ આવેલી પ્રગતિ અને ત્યારબાદની સંવેદનશીલ સરકારમાં પગાર માટે ફાંફે ચડવુ પડી રહ્યું છે. જેને લઇને પોલીસ કર્મચારીઓમા છૂપો રોષ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ એવી પણ રમૂજ થઇ રહી છેકે, વ્યવસ્થા કેવી રીતે કરવી ?.

Download Our B K News Today App



Related News