ગાંધીનગર: વાવોલની શાળામાં પ્રિન્સિપાલની કારનો કાચ તૂટતા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો, વાલીઓમાં ભારે રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-27 14:39:25
  • Views : 54
  • Modified Date : 2025-12-27 14:39:25

ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળાના કમ્પાઉન્ડમાં રમી રહેલા બાળકોથી અજાણતા પ્રિન્સિપાલની કારનો કાચ તૂટી જતાં, ઉશ્કેરાયેલા પ્રિન્સિપાલે માનવતા નેવે મૂકી ધોરણ 6થી 8ના અનેક વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

 

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, વાવોલ પ્રાથમિક શાળામાં રિસેષના સમયે શાળાના કેમ્પસમાં આવેલા એક ઝાડ પર પતંગ ફસાયો હતો. આ પતંગ કાઢવા માટે કેટલાક બાળકો ઝાડ પર પથ્થર મારી રહ્યા હતા. આ દરમિયાન એક પથ્થર અચાનક ત્યાં પાર્ક કરેલી પ્રિન્સિપાલની કાર પર જઈને પડ્યો હતો, જેના કારણે કારનો કાચ ફૂટી ગયો હતો.

શાળાના પ્રિન્સિપાલે પોતાની કારનો કાચ તૂટેલો જોઈ સંયમ ખોઈ બેઠા હતા. તેમણે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર કે બાળકોની ઉંમરનો વિચાર કર્યા વગર ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રાખી ઢોર માર માર્યો હતો. બાળકોની ભૂલ અજાણતા હોવા છતાં, પ્રિન્સિપાલે જે રીતે શારીરિક દંડ આપ્યો તેનાથી બાળકો ફફડી ગયા હતા.

 

Download Our B K News Today App



Related News