ગાંધીનગરમાં સ્ક્રેપના વેપારીનું અપહરણ કરી લુંટ કરનાર ડ્રાઇવર સહિત ત્રણ શખ્સોની ફિલ્મી ઢબે પોલીસે ધરપકડ કરી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-07 16:47:44
- Views : 267
- Modified Date : 2021-03-07 16:47:44
ગાંધીનગરના જીઆઇડીસી વિસ્તારમાં સ્ક્રેપનો ધંધો કરનારા યુવાન વેપારીનું કારમાં અપહરણ કરી 80 હજારની કિંમતની બે તોલા વજનની સોનાની ચેન, રોકડા ચાર હજાર તેમજ એટીએમમાંથી રૂપિયા 25 હજાર લૂંટી ફરાર થઇ જનાર ડ્રાઈવર સહિત તેના બે સાથીદારોને ફિલ્મી ઢબે પીછો કરી સેક્ટર-21 પોલીસે ઝડપી અપહરણ વિથ લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અપહરણ સાથે લૂંટનો ગુનો કર્યા બાદ પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરવાની ભૂલ ડ્રાઈવર મોઈનને ભારે પડી ગઈ હતી.
ગાંધીનગરના સેક્ટર-29 મસ્તાના ફ્લેટમાં રહેતા મોહમ્મદ ઇમરાન સેક્ટર-28 જીઆઇડીસી પ્લોટ નંબર 300માં રાજ સ્ક્રેપ ટ્રેડર્સ નામે લોખંડના ભંગારનો લે વેચનો ધંધો કરે છે. દોઢેક વર્ષ અગાઉ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે કપડવંજ તાલુકાના જમાલપુરના હાલ પેથાપુરમાં રહેતાં મોઈન જમાલ શેખને ડ્રાઇવર તરીકે રાખ્યો હતો. 25 ફેબ્રુઆરીના રોજ બપોરે બારેક વાગ્યાના અરસામાં ડ્રાઇવર સફેદ કલરની કારમાં મોહમ્મદ ઇમરાનનું તેના બે મિત્રો વસીમ અને સમીર સાથે મળીને અપહરણ કર્યુ હતું. જ્યાંથી દહેગામ તરફ જઈ ત્યાંના બજારમાંથી ધોકા અને રસી ખરીદી કારને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં ત્રણેય અપહરણકારોએ મોહમ્મદ ઇમરાનનાં હાથ-પગ બાંધીને માર માર્યો હતો.
બાદમાં મોહમ્મદ ઇમરાનના ખિસ્સામાંથી ચાર હજાર રોકડા તેમજ 80 હજારની કિંમતની બે તોલાની સોનાની ચેન ઝુંટવી લીધી હતી. તેમજ ઇમરાન પાસેથી મળી આવેલ એટીએમનો પાસવર્ડ પણ ધાક-ધમકી આપીને મેળવી લઈ એટીએમમાંથી 25 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા અને ઇમરાનના પરિવારજનો અવારનવાર ફોન કરીને ઇમરાનની પૂછપરછ કરતા હોવાથી દર વખતે ડ્રાઇવર મોઈન અવનવા બહાના બતાવીને ફોન કાપી નાખતો હતો. પરિવારના સભ્યોની અવારનવારની પૂછપરછથી ત્રણેય અપહરણકારો ડરી ગયા હતા અને ઇમરાન ને 200 રૂપિયા આપીને ચિલોડા ખાતે ઉતારી દઇ ત્રણેય જણા કારમાં ફરાર થઈ ગયા હતા.
વેપારી યુવાનનું અપહરણ કર્યા બાદ આરોપી ડ્રાઇવર મોઈન જમાલ શેખ પોતે આચરેલા ગુનાના પ્રાયશ્ચિત માટે અજમેર દરગાહે ગયો હતો અને દરગાહે નમાજ અદા કરી ખુદાની બંદગી કરી હતી. જ્યારે બીજી તરફ સેકટર-21 પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ ભરવાડે ત્રણ અલગ અલગ ટીમો તૈયાર કરી હતી. જેમાં એક ટીમ સર્વેલન્સનાં આધારે ડ્રાઇવર મોઈનની પાછળ અજમેર પહોંચી ગઈ હતી. પણ પોલીસ પાછળ હોવાની ગંધ આવી જતાં મોઈન ત્યાંથી પાછો ખાનગી વાહનમાં નાથધ્વારાથી ઉદેપુર થઈ ગુજરાત પરત આવી રહ્યો હતો. જેનાં પગલે મધરાત્રે રાત્રે એક ટીમ દહેગામ ગોઠવાઈ ગયેલી અને ઈન્સ્પેક્ટર મનોજ ભરવાડ સાથેની એક ટીમ ચિંલોંડા વિસ્તારમાં બાજ નજર રાખીને ગોઠવાઈ ગઈ હતી. ત્યારે અજમેર શરીફથી પાછળ લાગેલી ટીમે મોઈન જે ખાનગી વાહનમાં બેઠેલો તેને હીંમતનગર હાઇવે પર કોર્ડન કરીને ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો.
અપહરણ અને લુંટ કર્યા બાદ ડ્રાઇવર મોઈન સતત તેની પ્રેમિકા સાથે વાતચીત કરતો હોવાની જાણ હેંડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને થઈ ગઈ હતી. જેથી મોઈનનાં અલગ અલગ નંબરો સર્વેલન્સમાં રાખી દેવાયા હતા. ત્યારે ગુનો આચર્યા બાદ પ્રેમિકા સાથે ફોન પરનાં પ્રેમાલાપ કરવાની ભૂલ તેને ભારે પડી ગઈ હતી.
આ અંગે સેકટર-21 પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ ભરવાડે જણાવ્યું હતું કે, ડ્રાઇવર મોઈનને ફિલ્મી ઢબે ઝડપી લીધા બાદ તેની વૈજ્ઞાનિક ઢબે પુછતાછ કરવામાં આવી હતી. જેથી તેના બે સાગરિત વસીમમિયા યુસુફમિયા શેખ(રહે. સંજરી પાર્ક, પેથાપુર) તેમજ સોહેલ અમનઉલ્લાહ કુરેશી (રહે. આંબલી ફળી, મોટો મહોલ્લો, દહેગામ)ને પણ ઝડપી લઇ ગુનામાં વપરાયેલી કાર, હથિયારો, સોનાનો દોરો સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ અપહરણ સાથે લૂંટનો ગુનો ઉકેલી દેવામાં આવ્યો છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 89
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



