દેહગામ અને કલોક નગરપાલિકામાં ભાજપ આગળ, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ભાવિનો ફેંસલો ટૂંક સમયમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-02 11:46:14
  • Views : 308
  • Modified Date : 2021-03-02 11:46:14

    ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કુલ 442 મતદારોએ રવિવારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતનું કુલ 70.1 ટકા મતદાન જ્યારે તાલુકા પંચાયતની ચુંટણીમાં કલોલમાં 72.27 ટકા, માણસામાં 68.91 ટકા અને દહેગામમાં 71.79 ટકા મતદાન થયું છે.3

    દેહગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટેની મતગણતરી શરૂ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઇ છે. ગામની મ્યુન્સિપલ હાઇસ્કૂલ ખાતે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે. જ્યારે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાઈ છે. કેન્દ્રની બહાર ઉમેદવારો તેમજ સમર્થકોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે.નગરપાલિકામાં કલોલમાં 59.3 ટકા, દહેગામમાં 69.1 ટકા અને માણસામાં 51.11 ટકા મતદાન થયું છે. પંચાયત અને પાલિકાની સ્થાનિક સ્વરાજની ચુંટણીનું રવિવારે યોજાયેલા મતદાનમાં સવારે નિરસતા જોવા મળતી હતી. પરંતુ સવારે 11 કલાક બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળતા જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ગ્રામ્યજનો મતદાન કરીને લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો. જોકે નગરપાલિકાની ચુંટણીમાં મતદારોમાં નિરસતા જોવા મળતી હતી. જિલ્લા પંચાયતની કુલ 28 સીટોના 69 ઉમેદવારોના ભાવિનો ફેંસલો જિલ્લાના 714941 મતદારોના મત ઉપર નિર્ભર હતું. જેમાં રવિવારે જિલ્લા પંચાયતનું કુલ મતદાન 70.1 ટકા થયું હતું.

    2015ની ગાંધીનગરની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 72 બેઠકોમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 29 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 30 બેઠકોમાંથી ભાજપને 04 અને કોંગ્રેસને 25 બેઠકો મળી હતી. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 80માંથી ભાજપને 21 અને કોંગ્રેસને 57 બેઠકો મળી હતી.

Download Our B K News Today App



Related News