ગાંધીનગર મધર્સ સીડસ કેર દ્વારા પાક નિદર્શન સેમિનાર રાખવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:29:38
  • Views : 988
  • Modified Date : 2019-04-03 12:29:38




ગાંધીનગરમાં મધર્સ સીડસ કેર દ્વારા પાક નિદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવેલાની સંશોધિત જાતનું પાક નિદર્શન કરાયું હતું. જે સેમિનારમાં દેસાઈ દાનાભાઈ (નાનાપુરા, રાધનપુર), ચૌધરી મહાદેવભાઈ (શેરપુરા, વારાહી) હેરમા હસાભાઈ ખોડાભાઈ (વેડ, બાસ્પા), પટેલ કરશનભાઈ  તથા રબારી ગોવાભાઈ (શેરાઉ,થરાદ) સહિતના ખેડૂતોએ આ સેમિનારનો લાભ લીધો હતો. જે નિદર્શન કેમ્પમાં મધર્સ સીડસ
કંપની દ્વારા ચૌધરી મુકેશભાઈ દ્વારા ખેડૂતોને નિદર્શન કેમ્પની માહિતી આપી હતી. તેમજ તેની વાવવાથી થતાં ફાયદા વિશે સમજ પૂરી પાડી હતી.

Download Our B K News Today App



Related News