એક ઘરફોડ છ ચેઈન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલતી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 10:26:04
  • Views : 331
  • Modified Date : 2020-10-24 10:26:04

ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં માણસા, કડી, વિજાપુર, વિસનગર, ચિલોડા અને સેકટર ૨૧ના અલગ અલગ સ્થળે એક ઘરફોડ ચોરી તથા અન્ય છ જેટલા ચેઈન સ્નેચીંગના ગુના આચરેલ ત્રણ ઈસમોને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-૨એ ૩ આરોપીને ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસના૨ ચક્રો ગતિમાન કર્યા છે.
લોકલ  ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી પ્રમાણે પોલીસ ઈન્સ્પેક્ટર એચ.પી,ઝાલાના માર્ગ દર્શન હેઠળ પીએસઆઈ એસ,પી.જાડેજા તથા પી.ડી.વાઘેલાની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ત્રણે ઈસમોને માણસા વિસ્તારમાંથી રહીમ ઉર્ફે ભુરો મહમદહુસેન ખોખર રહે. પેથાપુર સંજરી પાર્કની પાછળ, છાપરામાં ગાંધીનગર, વિસાલ નગીન દંતાણી રહે. પેથાપુર પાંજળા પોરની  પાછળ,  પેથાપુર તથા રોહિત ઉર્ફે નેનો મહેન્દ્ર દુધાભાઈ રહે. રાઠોડ વાસ, પાંજરાપોર પાળ, મુલચંદ પાર્ક સોસાયટી નજીક પેથાપુરને ઝડપી લીધા હતા. આ આરોપીને વધુ કડકાઈથી પુછપરછ કરતા તેમણે એક ઘરફોડ તથા ૬ ચઈન સ્નેચીંગના ગુનાની કબુલાત કરી હતી જેમાં માણસા પોલીસ મથકમાં ૨, કડી પોલીસ મથકમાં ૧, વિજાપુર વિસનગર ચિલોડા અને સેક્ટર ૨૧ પોલીસ મથકના વિસ્તારમાં કરેલા એક એક ગુનાની કબુલાત કરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની પાસેથી ૭ સોનાની ચેઈન, ૩ મોબાઈલ ફોન ,પ્લસર બાઈક નં, જી.જે. ૧૮ સી કે, ૭૦૫૭ તથા સ્પેન્ડર બાઈક જી.જે. ૧૮ ડીએ ૮૮૨૯ અને રોકડ રૃ. ૧૨૦૦૦ મળી કૂલ રૂપિયા ૬,૨૨,૨૬૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમની વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News