ગાંધીનગર જિલ્લાના 1.41 લાખ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 13:20:55
  • Views : 391
  • Modified Date : 2020-02-12 13:20:55

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધી યોજના અંતર્ગત નોંધાયેલા અને પાત્રતા ધરાવતા ખેડૂત કુટુંબને કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ આવરી લેવા ગાંધીનગર જિલ્લામાં ૨૩મી ફેબ્રુઆરી સુધી સઘન ઝુંબેશ હાથ ધરાશે.jજેમાં  જિલ્લાના ૧.૪૧ લાખ ખેડૂતોને કિસાન ક્રેટીટ કાર્ડ આપવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અઘિકારીએ જણાવ્યું છે. આમ આ બાબતે તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધી યોજના હેઠળ નોંધાયેલા ૧,૪૧,૪૨૨ ખેડુત કુટુંબને કિસાન ક્રેડીટ કાર્ડ આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે તે માટેની કાર્યવાહીમાં ગ્રામ્યકક્ષાના કર્મચારી ગ્રામ સેવક, તલાટી કમમંત્રી, બેંક મિત્ર, ખેડૂત મિત્ર, સહકારી મંડળીના સેક્રેટરીઓ અને ગ્રામ્યકક્ષાની બેંક બ્રાંચના કર્મચારીને સામેલ કરવામાં આવશે.આમ જિલ્લા ખેતીવાડી અધિકારી જાદવે જણાવ્યું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન અને મત્સ્યઉદ્યોગ ખેડૂતો સુધી લંબાવાયો છે. જે ખેડૂતો કેસીસી ધારક છે અને પશુપાલન અથવા મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓ માટે વધારાની ક્રેટીડ લીમીટની મંજૂરી માટે શાખાનો સંપર્ક કરી શકે છે.પી.એમ.-કિસાન યોજના હેઠળના તમામ લાભાર્થીને આવરી લેવા એક પેજનું સરળ ફોર્મ તૈયાર કરાયુ છે. લાભાર્થી ખેડુતે KCC મેળવવા ભરેલા ફોર્મ સાથે જમીનની ખાતાની નકલ અને વાવેતરના પાકની વિગત સાથે બેંક શાખાનો સંપર્ક કરી પીએમ-કિસાન લાભ લઈ શકશે.નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર નિરંજકુમાર સિંગે જણાવ્યું હતું કે અભિયાન દરમિયાન લાભાર્થી ખેડૂતે બેંક શાખાનો સંપર્ક કરવાનો રહેશે. બેંકની જે તે શાખામાંથી ખેડૂત પોતાનું નવું KCC કઢાવી શકશે, બંધ થયેલુ KCC રીન્યું કરાવી શક્શે તેમજ અત્યારની તેમના KCC હેઠળની ક્રેડીટ લીમીટમાં પશુપાલન અને મત્યસ્ય પાલન વ્યવસાય માટે વધારો કરાવી શક્શે. વધુમાં ખેડુત મિત્રએ KCC હેઠળ જોડાવવા જે ખેડુતની જમીન વિસ્તાર અને વાવેતર કરતા પાક મુજબ ક્રેડીટ લીમીટ રૂ. ૧.૬ લાખ છે તેમણે ફક્ત સામાન્ય માહિતી ધરાવતું ફોર્મ ભરવાનું રહેશે. તેમજ રૂ. 3 લાખ સુધીની કેસીસી લોન માટેના ચાર્જ તેમજ અન્ય સર્વિસ ચાર્જ માફ કરાયો છે.

Download Our B K News Today App



Related News