ગાંધીનગર જિલ્લા સહિત કચ્છ, અમદાવાદ ગ્રામ્યમાં આચરેલ કુલ-૫ ગુન્હાઓ શોધી કાઢતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 11:53:22
  • Views : 359
  • Modified Date : 2019-12-04 11:53:22

ગાંધીનગર જિલ્લા તથા આસપાસના વિસ્તારોમાં કેટલાંક અસામાજીક તત્વો દ્વારા હાઈવે ઉપર આવતા જતા ટ્રક ડ્રાઈવરો તેમજ આવા રસ્તાઓ ઉપર મળી આવતી એકલ દોકલ વ્યક્તને લૂંટી લેવાના ગુન્હાઓ આચરવામાં આવતા હતા. જેથી આવા ગુન્હા આચરતા ઈસમોને પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ અમોને સૂચના આપેલ, જે સૂચના આધારે એલ.સી.બી. ટીમના અધિકારી તથા માણસોને જિલ્લા વિસ્તારમાં ખાસ કરીને નાઈટ રાઉન્ડ દરમ્યાન સઘન પેટ્રોલીંગ હાથ ધરી, ગુન્હાઓ આચરતા ઈસમને પકડી પાડવા સારૂ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે ગઈ તા. ૨-૧૨-૨૦૧૯ના રોજ એલ.સી.બી. પો.સ.ઈ. વી.કે. રાઠોડ, હે.કો. રણજીતસિંહ સરદારસિંહ, હે.કો. લતીફખાન મહેબુબખાન, પો.કો.
રાજવીરસિંહ અત્તરસિંહ, પો.કો. જીગ્નેશકુમાર કનુભાઈ, પો.કો. દિગ્વીજયસિંહ ફુલુભા તથા પો.કો. અનોપસિંહ બળવતસિંહ નાઓની ટીમ
સાંતેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન સાથેના પો.કો. જીગ્નેશકુમાર તથા અ.પો.કો. રાજવીરસિંહને સંયુકતરીતે મળેલ બાતમી આધારે ખાત્રજ ગામથી ખાત્રજ ચોકડી તરફ જતા રોડ ઉપર ચોકડી નજીકથી નંબર વગરના મોટર સાયકલ સાથે એક ઈસમ તૈયબ ડોસલ સિંધી (ડફેર) ઉ.વ. ૫૦ રહેવાસી, રેથલ. તા. સાણંદ, જિ. અમદાવાદ વાળાને પકડી પાડેલ અને આ ઈસમ પાસે એક થેલી હોઈ જે જાતો તેમાંથી જુદીજુદી કંપનીના કુલ-૧૮ મોબાઈલ ફોન હોઈ જેથી આ મોબાઈલ ફોન તથા તેની પાસે રહેલ નંબર વગરના મોટર સાયકલ બાબતે આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ.
જેથી ઉપરોક્ત મુદ્દામાલ બાબતે તેની ઉંડાણ પૂર્વક
પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે તથા તેના અન્ય સાગરીતો સાથે મળી રાત્રીના સમયે 
ગુજરાતમાં જુદી જુદી  જગ્યાએથી ટ્રક ચાલકો તેમજ એકલ દોકલ માણસો પાસેથી લૂંટ કરેલ તેનો જ આ મુદ્દામાલ હોવાનું જણાવેલ.
ઉપરોક્ત ઈસમની પુછપરછ દરમ્યાન તેણે નીચે મુજબના જુદાજુદા ગુન્હાઓ આચરેલ હતા જેમાં (૧) આજથી આશરે સાડા ત્રણ માસ ઉપર જાસપુર નજીક ધોળકા તરફ જતી નર્મદા કેનાલ ઉપર આવેલ ઓરડી ઉપર સુતેલ એક માણસને બાંધી દઈ તેનો મોબાઈલ ફોન તથા મોટર સાયકલની લૂંટ કરેલ.
(૨) આજથી આશરે બે માસ પહેલા પોતે તથા તેના સાગરીતો સાથે મળી બગોદરાથી અમદાવાદ તરફ જતા હાઈવે ઉપર આવેલ એક હોટલ પાછળ પેશાબ કરવા શારૂ આવતી એક વ્યક્તને પકડી છરો બતાવી અને તેના હાથ પગ બાંધી તેના હાથે પહેરેલ વીંટીઓ તથા રોકડ રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલ.
(૩) આજથી આશરે ત્રણેક માસ પહેલા રાત્રીના સમયે સાણંદથી વડોદરા તરફ જતા તેલાવ ગામ નજીક રોડની સાઈડમાં હાજતે જતા એક વ્યક્ત તથા ટ્રક ડ્રાઈવરને છરો બતાવી તેના હાથપગ બાંધી રોકડરકમ તથા મોબાઈલ ફોનની લૂંટ કરેલ.
(૪) આજથી આશરે બે માસ પહેલા તેઓ કારમાં લૂંટ કરવા નિકળેલ અને બગોદરા બાવળા હાઈવે ઉપર બાવળા નજીક એક આઈસરને ઉભી રાખી ડ્રાઈવરને છરો બતાવી તેની પાસેથી રોકડ રકમ તથા તેણે પહેરેલ ચાંદીનું કડું તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરેલ હતી.
(૫) આજથી આશરે ત્રણેક માસ પહેલા તેઓએ કચ્છ ગાંધીધામ નજીક હાઈવે ઉપર એક ટ્રેલર ઉભુ રખાવી તેના ડ્રાઈવરને ચપ્પુ બતાવી તેની પાસેથી એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયાની લૂંટ કરેલ હતી.
આમ ઉપરોક્ત ઈસમ તથા તેના સાગરીતોએ સાથે મળી ઉપરોક્ત ગુન્હાઓ સિવાય પણ ગુજરાતમાં જુદીજુદી જગ્યાઓએ લૂંટો કરેલ છે.
ઉપરોક્ત આરોપી પાસેથી મળી આવેલ કુલ-૧૮ મોબાઈલ ફોન કિં. રૂ. ૫૮,૦૦૦/- તેમજ મોટર સાયકલ કિં. રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
ઉપરોક્ત આરોપી તથા તેના સાગરીતોએ જાસપુર નજીક ધોળકા તરફ જતી નર્મદા કેનાલ ઉપર આવેલ ઓરડી ઉપર સુતેલ એક માણસને બાંધી દઈ તેનો મોબાઈલ ફોન તથા મોટરસાયકલની લૂંટ કરેલ. જે બાબતે સાંતેજ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ૭૫/૧૯ ઈ.પી.કો. કલમ - ૩૯૨, ૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ હોઈ જેથી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News