કોરોનાને નાથવા માનવીય અભિગમની જ્યોત પ્રગટાવીસમગ્ર દેશમાં કોરોના વાયરસે માજા મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 16:30:30
  • Views : 372
  • Modified Date : 2020-04-02 16:30:30

કોરોનાને નાથવા માનવીય અભિગમની જ્યોત પ્રગટાવીસમગ્ર દેશમાં કોરોના વાયરસે માજા મુકી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યારે દરેક મુશ્કેલીને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર સહિતના સરકારી તંત્રો કામે લાગી ગયા છે. ત્યારે પોલીસના અધિકારી-કર્મચારીઓની પણ કામગીરી અમુક કિસ્સાઓને બાદ કરતા  સરાહનીય કહી શકાય તેવી દેખાઈ રહી છે. સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ, તથા ઘર આંગણે પોલીસને જોતા જ સામાન્ય માનવીના પગ નીચેથી જમીન સરકી જાય છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કઠોર કામગીરીને કારણેસમાજમાં પોલીસની છાપ સારી ના હોવાના લોકોના દાવાને આ કપરા સમયમાં પોલીસ તંત્રએ સાવ ખોટી સાબીત કરી દીધી છે. સમગ્ર દેશની સાથે રાજ્યમાં પોલીસના  નવા નવા રૂપો સામે આવ્યા છે. એટલે એવુ કહી શકાય કે, કાયદા માટે ખૌફ રાખતી પોલીસે કોરોનાને નાથવા માનવીય અભિગમની જ્યોત પ્રગટાવી. રાજ્યના ડીજીપી દ્વારા આપવામાં આવેલ દરેક સુચનાનું પોલીસ દ્વારા યોગ્ય પાલન કરવામાં આવી રહ્યુ છે. કોરોનાની લડાઈની સામે જાનના જોખમે ફરજ સાથે માનવતા મહેકાવતા લોકડાઉનના હીરો એટલે પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ. રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઉપરાંત પોલીસની કામગીરી પણ સહરાનીય બની ગઈ છે. લોકો દ્વારા પોલીસ તંત્રને સલામ અને તાળીઓ પાડીને વધાવી રહી છે. પોલીસે આ લોકડાઉનના કપરા સમયમાં પોતાના પર થતા આક્ષેપોને હાલની સ્થિતિએ મહદ અંશે ખોટા પાડી દીધા છે. અમુક પોલીસ અધિકારીને ત્યાં દિકરાનો જન્મ થયો છે તો આવા ખુશીના સમયે પણ પોલીસ અધિકારી  દિકરાની સાથે રહેવાની જગ્યાએ પોતાની ફરજ બજાવી રહ્યા છે. પોલીસ લોકડાઉનના સમયમાં અનેક રીતે નાગરીકોની સેવામાં લાગી છે. હાલમાં પોલીસ દ્વારા લોકોના સુધી જમવાનું , લોકડાઉન સમયમાં ફસાયેલા શ્રમજીકોને તેમના પરિવાર સાથે તેમના વતન પહોંચાડવાની કામગીરી, ઘરે એકલા રહેતા સીનિયર સીટીઝન લોકોની ખબર રાખી જરૂરીયાતના સમયે મદદે દોડી આવવુ, લોડડાઉનના નિમયોને વિનંતી અને અપીલ દ્વારા પાલન કરાવવું વગેરે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ વિશેની નાગરીકોને જાણકારી આપવાની જુદી જુદી રીતો પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા અપનાવવામાં આવી રહી છે. તેમાં પોલીસ દ્વારા ફિલ્મી ગીતો ગાઈને, ડાન્સ કરી, ફ્‌લેગમાર્ચ યોજીને, ભાષણ કરીને, ઘરે ઘરે જઈને, ઉદાહરણો આપીને, માઈક પર સોસાયટીઓમાં જઈને એનાઉન્સ કરીને એમ વિવિધ પ્રકારે પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા જે લોકો માસ્કની કે સેનીટાઈઝરની ખરીદી નથી કરી શકતા અને બહાર જઈ નથી શકતા તેવા તમામ લોકોને સેનીટાઈઝર અને માસ્કનું વિતરણ પણ જે તે સ્થાનિક કક્ષાએ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કોઈપણ જાતના ભેદભાવ વગર આ પ્રકારની અનેક મદદ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા નરોડા વિસ્તારમાં થયેલ બનાવમાં પોલીસ અધિકારીએ શાકભાજીની લારીઓને ઉંધી કરી તેઓના પર લાઠી વરસાવી હતી. પોલીસ જ્યારે સંવેદનહીન થઈ જાય ત્યારે ગરીબો, લાચાર નાગરીકો સૌથી વધુ ભોગ બને છે.  રાજ્યાના ડીજીપીએ આ નોંધ લેતા તમામના સસ્પેન્ડ સુધીના ઓર્ડર પણ કરી દીધા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ રીતે અમલ ન કરાવવા માટે પણ સુચનો કરવામાં આવ્યા છે.


 

Download Our B K News Today App



Related News