ગાંધીનગર : દેશનાં 11 રાજ્યની 100 પ્રકારની કેરી અને એની બનાવટોનું 50થી વધુ સ્ટોલમાં પ્રદર્શન, રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું CMએ ઉદઘાટન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 15:28:26
  • Views : 233
  • Modified Date : 2022-05-27 15:28:26

ગાંધીનગર : દેશનાં 11 રાજ્યની 100 પ્રકારની કેરી અને એની બનાવટોનું 50થી વધુ સ્ટોલમાં પ્રદર્શન, રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું CM ઉદઘાટન કર્યું

 

ગાંધીનગરના રામકથા મેદાન ખાતે તા. 27થી 29 મે દરમિયાન આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આજે શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે મહોત્સવમાં સહભાગી થઈ રહેલા અલગ અલગ રાજ્યોના કેરી-ઉત્પાદકો અને વિક્રેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉત્પાદકો અને વિક્રેતાઓના સ્ટોલની મુલાકાત લઈને કેરીની જાત અને વાવેતરથી લઈને ઉત્પાદન અને વેચાણ સુધીની વિગતો જાણવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. નોંધનીય છે કે મહોત્સવમાં દેશભરમાંથી કેરી અને એની બનાવટોનું 50થી વધુ સ્ટોલમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

 

એગ્રિકલ્ચર ટૂરિઝમને વિકસાવવા સરકાર કટિબદ્ધ : બ્રિજેશ મેરજા
કાર્યક્રમમાં શ્રમ રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે એગ્રિકલ્ચર ટૂરિઝમને વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસનક્ષેત્રે અનેક નવતર પહેલ કરી છે, એમાંની એક છે એગ્રિકલ્ચર ટૂરિઝમ. એગ્રિકલ્ચર ટૂરિઝમને વેગ આપવા અને સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા ઉપભોક્તાઓને વેચાણ કરી શકે એવા હેતુથી રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

 

કેરીના જથ્થાબંધ વેપારીઓને પ્લેટફોર્મ મળશે
મેંગો ફેસ્ટિવલમાં ભારતના વિવિધ પ્રાંતમાં ઉત્પાદિત થતી કેરીઓનું વેચાણ સહપ્રદર્શન કરવામાં આવ્યું છે. દેશનાં અલગ અલગ રાજ્યોના કેરી-ઉત્પાદકો અહીં એક સ્થળે મળી ગુણવત્તા સાથે કેરીનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય માટે જ્ઞાનનું આદાન-પ્રદાન પણ કરશે. ગુજરાતના કચ્છ અને ગીર પંથક સહિત અનેક પ્રદેશોમાં કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો, વાડીના માલિકો તથા કેરીના જથ્થાબંધ વેપારીઓને પોતાના ક્ષેત્રના વિકાસ માટે એક પ્લેટફોર્મ મળશે.

દેશભરમાંની વિવિધ વરાઇટીનું 50થી વધુ સ્ટોલ મારફત પ્રદર્શન
મહોત્સવમાં ઉત્તરપ્રદેશની અંબિકા, અરુણિકા, અરુનિમા, પ્રતિભા, પીતાંબરા, લાલીમા, શ્રેષ્ઠ, સૂર્યા, હુસનેરા, નાઝુક બાદન, ગુલાબ ખસ, ઓસ્ટીન, દશેરી, ચાઉસા, લંગડા, અમીન ખુર્દ, ગ્લાસ આમ્રપાલી, મલ્લિકા, ક્રિષ્ના ભોગ, રામ ભોગ, રામકેલા, શેહદ કુપ્પી, જરદારુ, લખનવા સફેદા, જોહરી, સફેદા, બેંગ્લોરા, અમીન દૂધિયા, બદામી ગોલા, બુધિયા, યુક્તિ, ફઝિલ, કેસર, લંબુરી, નારદ, સુરખા પરા, સુરખા, દશેરી, ચૌસા, લંગરા, આમ્રપાલી, મલ્લિકા, બોમ્બે ગ્રીન, યથાર્થ, મહારાષ્ટ્રની રત્નાગિરિ, પશ્ચિમ બંગાશની હિમસાગર, આમ્રપાલી, બિહારની મૈદા, જરદાળુ ક્રિષ્નાભોગ, રાજસ્થાનની દશેરી, મલ્લિકા, લાંગરા, કેસર, કર્ણાટકની કર્ણાટકા આલ્ફાન્ઝોં અથવા બદામી મેંગો, કેરળની તોતા અને સુંદરી, આંધ્રપ્રદેશની બદામ, દિલ્હીની આલ્ફાન્સો, તામિલનાડુની તોતા અને સુંદરી, ગુજરાતની કેસર, હાફુસ કેરી તથા કેરીનું અથાણું, છૂંદો, મેંગો પલ્પ, શેક જામદર સહિતની અન્ય વરાઇટીનું 50થી વધુ સ્ટોલમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News