દિયોદર તાલુકામાં ૧૫૦મી ગાંધીજીની જયંતિનું હો‹ડગમાં ગાંધીજી છેતરાયા કે લૂંટાયાહો‹

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-11 11:47:11
  • Views : 455
  • Modified Date : 2019-05-11 11:47:44

દિયોદર તાલુકામાં ૧૫૦મી ગાંધીજીની જયંતિનું  હો‹ડગમાં ગાંધીજી છેતરાયા કે લૂંટાયાહો‹ડગ બનાવવાની કિંમત ૧૩ થી ૧૬ હજાર જ્યારે ચુકવણું ૫૦ હજાર ઉપરનું૧૪માં નાણાંપંચમાં બિલ ઉધારી સરપંચો પાસેથી ચેક ઉઘરાવ્યા ક્યા ? દબાણને વશ થઈ ૧૩ થી ૧૬ નું કામ અને ચુકવણું ૫૦ હજાર ઉપરનું કોના ઈશારેસમગ્ર દેશમાં ગાંધીજીની ૧૫૦ મી જયંતિ ધામધૂમપૂર્વક વડાપ્રધાન મોદીજીની આગેવાનીમાં ૧ વર્ષ ઉજવણી કરાઈ રહી છે. ત્યારે દિયોદર તાલુકામાં પણ વિવિધ પ્રકારના સ્વચ્છ ભારત અંતર્ગત ફોટોસેશન પુરતા કાર્યક્રમો યોજાયા હતા અને ક્યાંક સારું એવું કામ પણ થયેલું. જ્યારે દિયોદરમાં ગાંધીનગરની ૧૫૦ મી જયંતિના ઉપલક્ષના તાલુકામાં તમામે ગામોમાં હો‹ડગ બનાવવાની કામગીરી કોઈ એજન્સીને સોંપાયેલ. ત્યારે હો‹ડગની કિંમત ગણવામાં આવે તો ૧૩ થી ૧૬ હજારની કિંમતમાં તૈયાર થાય છે તેને આધારભૂત સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થવા મુજબ ૫૦ હજારથી વધુના બિલો બનાવી અને સરપંચોએ ૧૪ માંનાણાંપંચમાંથી ચેક બનાવી બાંધકામ શાખામાં પહોંચતા કરાયા હોવાયુ છે. કેમ આ હો‹ડગ બનાવવામાં આટલી મોટી રકમ ચૂકવાય રહી છે  અને કોના ઈશારે ? જે હોય એ પણ ગ્રામ પંચાયતના ૪૦ હજારનું નુકસાન ભોગવીને પણ મને કે કમને ચુકવણું થઈ રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકામાં સરપંચોમાં ભારે કચવાટ ઉભો થવા પામેલ છે અને કોઈ કાંઈ કહેવા તૈયાર નથી. કારણ કે સરપંચોને છાશવારે અધિકારો પાસે કામ માટે જવાનું થાય એમ  મોંગા મોએ ગાંધીજીને છેતરી કે લૂંટાઈ રહ્યા છે. ત્યારે તાલુકામાં દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તાલુકા પંચાયતના પ્રમુખ  ચિત્રલેખા કુંવરબા પ્રવિણસિંહ વાઘેલા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જસીબેન માલજીભાઈ રબારી, જિલ્લા પંચાયતના સદસ્યો નરસિંહભાઈ રબારી, હસુભાઈ પટેલ, પ્રભાબેન રમેશભાઈ પટેલ સહિતના આગેવાનોના વિસ્તારમાં ગાંધીજીની લૂંટ સામે મૌન કેમ ? પ્રજાના પૈસા સરકારે સદુપયોગ માટે આપ્યા છે કે અધિકારીઓના મળતીયા કોન્ટ્રાક્ટરોને સાચવવા. યક્ષ પ્રશ્નએ બાબતે ઉપરોક્ત તમામ મહાનુભાવો ગાંધીજીની લૂંટ થઈ રહી છે. તો તપાસ કરાવે તે જરૂરી અને ખાસ  બનાસકાંઠા કલેકટર સાહેબ આ બાબતનું સજ્ઞાન લઈ તત્કાલિક તપાસ  કરાવી ગાંધીજીને છેતરાતા અને લૂંટતા રોકે એ જરૂરી. આમ સરકારનું મહત્વકાંક્ષી પ્રોજેકટ સ્વચ્છ ભારત ગાંધીજીની ૧૫૦ મી જયંતિની લૂંટ મચી હોય એવું બાપુ પણ પ્રતિત કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News