પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં ખડકાતી ગંદકી દૂર કરવા લોકમાંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 12:06:57
  • Views : 483
  • Modified Date : 2019-05-25 12:06:57

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેરને પણ સ્વચ્છ અને સુંદર બનાવવા પાલિકા પ્રમુખ સહિતના કોર્પોરેટરો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ પાટણ શહેરમાં એવા કેટલાંક વિસ્તારોમાં શહેરીજનોની નિષ્કાળજીને લઇ ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતું જોવા મળી રહ્યું છે. ત્યારે પાટણ શહેરના મહત્વના ગણાતા એવા વેરાઈ ચકલા વિસ્તારના ચોકમાં આવેલ શ્રીમાળી બ્રાહ્મણની વાડીની પાછળના ભાગે ધીવટા તરફ જવાનાં માર્ગ ઉપર આ વિસ્તારની આજુબાજુના રહીશો અને વેપારીઓ સહિત વાડીના સંચાલકો દ્વારા ગંદકીના ઢગ ખડકાતા હોવાના કારણે રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને આ વિસ્તારમાંથી પસાર થવું અસહ્ય બન્યું છે. માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ઉપરોક્ત માર્ગ પરથી નીકળતાં સમયે ફરજિયાત પણે મોઢે રૂમાલ રાખવાની ફરજ પડી રહી છે. નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા આ વિસ્તારની અવારનવાર સફાઈ કામગીરી હાથ ધરી દવાનો છંટકાવ કરી વિસ્તારને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ વિસ્તારની પબ્લિકમાં સ્વચ્છતા બાબતે બિલકુલ અવરનેશ ના હોવાના કારણે પાલિકા દ્વારા કરવામાં આવેલી સફાઇ કામગીરી ગણતરીનાં સમયમાંજ ગંદકીના ઢગમાં ફેરવી દેવાતી હોય છે, જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓ સહિતના રહિશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા વેરાઇ ચકલા વિસ્તારની આ ગંદકીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા વિસ્તારમાં ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.


Download Our B K News Today App



Related News