ગઢ ખાતે વર્ષોની પરંપરાગત ગામપલ્લી નિકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:54:43
  • Views : 314
  • Modified Date : 2020-10-26 11:54:43

પાલનપુર તાલુકાના ગઢ ખાતે વર્ષોની પરંપરાગત રીતે નવરાત્રીની આઠમના દિવસે પ્રજાપતિ સમાજ દ્વારા વીર મહારાજની ગામ પલ્લી નિકાળવામાં આવે છે અને પ્રજાપતિ સમાજના યુવાન દ્વારા દિવડાથી ઝળહળતી પલ્લી માથા પર મુકી ગામમાં ફેરવામાં આવે છે.
ગામલોકો પલ્લીમાં ઘી પુરી દર્શન કરે છે. ત્યારે આ વર્ષે
પણ વર્ષોની પરંપરા મુજબ ગામપલ્લી નિકળી હતી અને સમગ્ર ગામમાં પરિભ્રમણ કરી નીજ મંદિરે પહોંચી હતી. ગઢના તમામ સમાજના લોકો દ્વારા આઠમના દિવસે
ગામપલ્લીની આતુરતાથી રાહ જાેતા હોય છે અને પલ્લી આવતાં જ ઘી પુરી અને દર્શન કરે છે ત્યારે નવરાત્રીની આઠમના ગઢ ખાતે
ગામપલ્લી નિકળી હતી.

Download Our B K News Today App



Related News