અમીરગઢના ડાભેલા ગામની સીમમાં સફેદ કેસૂડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:09:41
  • Views : 691
  • Modified Date : 2021-03-13 11:09:41

 ઔષધિઓના રાજા ગણાતા કેસૂડાના વૃક્ષોની આજે ધીરે ધીરે સંખ્યા ઘટી રહી છે એ બાબત વૃક્ષ જગત માટે ઘણી ગંભીર ગણી શકાય, ફાગણમાસમાં આમ તો દરેક વૃક્ષો ફુલોથી મહોરી ઉઠે છે પરંતુ કેસૂડો એ દરેકમાં અલગ તરી આવે છે, એક સમયે ખાખરાના વૃક્ષો અરવલ્લીની ગિરિમાળાઓમાં સૌથી વધુ સંખ્યા ધરાવતા હતા અને ફાગણમાસ આવતા ડુંગરાઓ કેસરી ચાદર ઓઢી લેતા હતા, જાેકે એ સમય નસીબદાર લોકોની આંખોએ જરૂર જાેયો હશે અને એમાંય વળી વાત કરવામાં આવે સફેદ કેસૂડાની તો કોઈ ભાગ્યે જ માણસ હશે જેને સફેદ કેસુડાના ફુલો જાેયા હશે ત્યારે આવોજ એક સફેદ કેસૂડો અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની સીમમાં જાેવા મળ્યો છે, જાેકે જંગલ વિભાગ દ્વારા આવા ભાગ્યેજ મળી આવતા સફેદ કેસૂડાની પ્રજાતિની યોગ્ય જાળવણી કરી તેના બીજને ઉગાડી તેના રોપાઓ ઉછેરવામાં આવે તો તેની સંખ્યામાં વધારો કરી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News