લાખણીમાં ગટરની સફાઈ જાતે કરવા ગામલોકો મજબૂર બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 12:07:50
  • Views : 393
  • Modified Date : 2020-01-08 12:07:50

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત સ્વચ્છ ભારતનું સ્વપ્ન બનાવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. ગ્રામ પંચાયતથી લઈને નગરપાલિકા,
મહાનગરપાલિકા સહિતની તમામ સંસ્થાઓની જવાબદારી બનતી રહે છે ત્યારે તાલુકાનો દરજ્જો પ્રાપ્ત કરનાર લાખણી હજુ સ્વચ્છતાની બાબતમાં
પાપાપગલી કરી રહ્યુ છે. સૌથી કમનસીબી એ વાતની છે કે તાલુકા મથક લાખણીમાં
એકપણ જાહેર શૌચાલય નથી, જેના કારણે લોકો મજબૂર બનીને જ તેઓ ખુલ્લામાં પેશાબ કરવાથી ગંદકી ફેલાઇ રહી છે. લાખણીમાં વેલ શોપિંગ સેન્ટરોમાં શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ નથી, શોપિંગ સેન્ટરોમાં પણ સ્વચ્છતાના અભા દેખાઈ રહ્યા છે. વળી ગામમાં જે ગટરલાઈન નાખવામાં આવેલ છે તેની પણ સમયાંતરે સફાઈ કરવામાં આવતી ન હોવાથી ગંદગીના થર જામેલ છે. આ ગટર સફાઈ કરવાની જવાબદારી વહીવટી તંત્રની હોવા છતાં તંત્રની આળસ અને કામદારોની આડોડાઈને પાપે ગામલોકો સ્વખર્ચે ગટર સફાઈ કરાવી રહ્યા છે. તે વખતે પણ સ્થાનિક સફાઈ કામદારો તેનો વિરોધ કરી તેમાં કામમાં રોડા નાખતા હોવાનો ગામલોકો જણાવી રહ્યા છે. અગાઉ પણ સફાઈ કામદારો દ્વારા કાયમી કરવાની માંગ સાથે હડતાલ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે જે પણ નિર્ણય વહીવટીતંત્રે લેવો પડે તે લઈને તાત્કાલિક ધોરણે તાલુકા મથક લાખણીમાં સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગામલોકોની ઉગ્ર માંગ છે. જો સમયસર સફાઈની કામગીરી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં લાખણીમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત દેખાઈ રહી છે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જે શોપિંગ સેન્ટરોમાં શૌચાલયની વ્યવસ્થા નથી, એવા શોપિંગ સેન્ટરોના માલિકોને નોટિસો આપી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને જો સમય મર્યાદામાં વ્યવસ્થા ઉભી ન કરે તો તેંમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. વળી જાહેરમાં કચરો નાખીને ગંદકી ઉભી કરતા લોકો સામે પણ લાલ આંખ કરવામાં આવે તો જ લાખણી ગામને સ્વચ્છ ગામ બનાવી શકાશે. જેથી લાખણીની સ્વચ્છતા માટે ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર સાથે મળીને યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામલોકોની માંગણી છે.

Download Our B K News Today App



Related News