બોટાદના કપલીધાર પાસે ગમખ્વાર અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 18:48:50
  • Views : 100
  • Modified Date : 2023-12-02 18:48:50

બોટાદ જિલ્લાના કપલીધાર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક લઈને ઉભેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લીધા હતા. જો કે, અકસ્માતમાં યુવકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જે બાદ વધારે સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.મહત્વનુ છે કે સાળંગપુર તરફથી આવતી કારે અકસ્માત સર્જ્યો હતો, જેમાં રવિરાજસિંહ ગોહિલ અને ઈન્દ્રજીતસિંહ ગોહિલ નામના બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને યુવકો બાઈક લઈને કપલીધાર પાસે ઉભા હતા, ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી.

Download Our B K News Today App



Related News