વિજાપુર-રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત: 3નાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 15:28:55
  • Views : 120
  • Modified Date : 2023-06-26 15:28:55

મહેસાણાના વિજાપુરથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. કલોલથી ચિત્રોડ દર્શન કરવા માટે નીકળેલા પરિવારને વિજાપુર પાસે અકસ્માત નડ્યો છે.  વિજાપુર-હિંમતનગર હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતાં કારમાં સવાર ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલની શ્રી હરિ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ શાહ તેમના પત્ની મંજુલાબેન અને ડ્રાઈવરની સાથે અર્ટિગા કારમાં રાજસ્થાન માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન વિજાપુર-હિંમતનગર હાઇવે પર રણછોડપુરા ચોકડી પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા તેમની કાર અગાઉથી અગાઉ અકસ્માત થઈને પડેલ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદથી ડ્રાઈવર અને દંપતીને કારમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ તેઓને વિજાપુર અને હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવર અને મંજુલાબેનનું વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મંજુલાબેનના પતિ દેવેન્દ્રભાઈ શાહનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જે બાદ મૃતક દેવેન્દ્રભાઈના ભાઈએ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી છે. 



Download Our B K News Today App



Related News