સચિવાયલ ગેટ નં-૩ તરફ જતા રોડના કટ પાસે ગમખ્વાર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:07:36
  • Views : 333
  • Modified Date : 2020-12-23 12:07:36

સર્કિટ હાઉસ સર્કલથી આવ્યા બાદ તેઓ સચિવાલય ગેટ નં-૩ તરફ જવાના ગેટના કટ પાસે પાછા વળ્યા હતા. આ સમયે ચ-૦ તરફથી આવતી અન્ય એક કારે અલ્ટો કારને ટક્કર મારી હતી. જેમાં ગાડી
પલટી ખાઈને રોડની સાઈડની એંગલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં જયદીપ ગાડીમાંથી બહાર ફેંકાઈ ગયો હતો જ્યારે વિજય અંદર જ દબાઈ ગયો હતો. કારણ કે ગાડીની નીચેનું પતરું તોડીને રેલિંગ ગાડીની આરપાર થઈ ગઈ હતી. દોડી આવેલા લોકોએ વિજયને તાત્કાલિક બહાર કાઢીને ગાંધીનગર સિવિલ ખસેડ્યો હતો. જ્યારે જયદીપ ચેક કરી જાેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. શહેરના જ રોડ પર સચિવાયલ ગેટ નં-૩ તરફ જતા રોડના કટ પાસે ગમખ્વાર અકસ્માતમાં સેક્ટર-૧૭ના યુવકનું મોત થયું છે. જ રોડ પર સાઈડના રસ્તાથી બીજી તરફના રસ્તે યુ ટર્ન લેતા સમયે ચ-૦ તરફથી પુરપાટ ઝડપે આવતી અન્ય કાર યુવકોની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે યુવકોની કાર ત્રણ-ચાર પલટી ખાઈને રેલિંગમાં ઘૂસી ગઈ હતી. જેમાં બહાર ફેંકાયેલા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય યુવક ઘાયલ થયો હતો. લોકોએ વિજયને બહાર કાઢતા તે સમયે તેમણે અકસ્માત કરનાક કાર જાેતા તે GJ-01-GA-5900 નંબરની સફેદ ઈનોવા કાર હતી. જાેકે તે બાદ કાર ચાલક જતો રહ્યો હતો. ઘટનાને પગલે સેક્ટર-૨૧ પોલીસે વિજયની ફરિયાદના આધારે ઈનોવા કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ઘટનાની વિગતો પ્રમાણે સેક્ટર-૧૭ જુના એમએલએ ક્વાટર બ્લોક નં ૭૫/૪ ખાતે રહેતાં વિજય અશોકભાઈ
પરમાર (૧૯ વર્ષ) સોમારે સાતેક વાગ્યે ઘરેથી શોપિંગ ખાતે દૂધ લેવા નીકળ્યો હતો. આ સમયે સે-૧૭માં રહેતો મિત્ર જયદીપકુમાર ભરતભાઈ
પરમાર (૨૧ વર્ષ, બ્લોક નંબર ૩૩/૧, છ ટાઈપ ) મળ્યો હતો. બંને મિત્રો વિજયની અલ્ટો ગાડીમાં સર્કીટ હાઉસ તરફ ફરવા નીકળ્યા હતા.

Download Our B K News Today App



Related News