અરવલ્લીના અણસોલ નજીક ગમખ્વાર અકસ્માત, ટેન્કરની ટક્કરે ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 19:17:28
  • Views : 55
  • Modified Date : 2025-03-18 19:17:28

અરવલ્લીના અણસોલ નજીક મોડી રાત્રે એક ટેન્કર ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે અણસોલ હાઈવે પર માર્ગ પર નીચે પડેલા યુવાનોની મદદ કરવા ત્યાંના સ્થાનિકો ભેગા થયા. પરંતુ સ્થાનિકો એમ્બ્યુલન્સ બોલાવે તે પહેલા જ ગંભીર ઇજાના કારણે બાઈક પર સવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યાં હતા.

અકસ્માતના કારણે ત્યાંના સ્થાનિકોમાં રોષ

મળતી માહિતી અનુસાર, અણસોલ પાસે મોડી રાત્રે ભારે વાહનની ટક્કરથી બાઈક સવારના મોત થવાની ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણે વ્યક્તિના મૃતદેહનો પીએમ અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. શામળાજી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થનાર વાહન ચાલકને શોધવા તજવીજ હાથ ધરી.

Download Our B K News Today App



Related News