ડીસા આરટીઓ ચારરસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:08:04
  • Views : 325
  • Modified Date : 2020-11-30 11:08:04

હાલમાં માર્ગ અકસ્માતમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ક્યાંકને ક્યાંક વાહનચાલકોની બેદરકારીના કારણે તથા વાહનોની ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાતો હોય છે. જેના કારણે તે અકસ્માતમાં માસૂમ લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે ગતરોજ ડીસા ખાતે પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૮ વર્ષીય ચૌધરી સમાજના યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.  ડીસા આરટીઓ ચાર રસ્તા પાસે આવેલા મહાકાળી મંદિરની સામે જીજે.૦૮.બીએલ. ૫૮૭૭  નંબર ના બાઈક પર સવાર જોરપુરા ગામના વતની હિતેશભાઈ દિનેશભાઈ જાટ નામના યુવકને ટ્રેલરે ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો. જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જોકે અકસ્માત સર્જીને ભાગનાર ટ્રક ચાલકને ડીસા તાલુકા પોલીસે
પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના
પગલે ઘટના સ્થળે લોકોને ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ત્યારે ડીસા તાલુકા પોલીસે અકસ્માતના સ્થળ પર જઇને જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરી યુવકની લાશને
પી.એમ અર્થે ડીસા સિવિલ
હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News