જામનગરના યોગેશ્વર નગર વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું : 6 જુગારી મહિલાઓની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 18:16:24
  • Views : 53
  • Modified Date : 2025-03-18 18:16:24

જામનગરમાં યોગેશ્વર નગરમાં રહેતી એક મહિલાના મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી ગંજી પાના વડે જુગાર રમી રહેલી છ મહિલાઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરમાં યોગેશ્વર નગર શેરી નંબર ત્રણમાં રહેતી મંજુબેન દ્વારકાદાસ બાવાજી નામની મહિલા કે જે પોતાના ઘરમાં જુગારધામ ચલાવી રહી છે, અને બહારથી કેટલીક મહિલાઓ આવીને એકત્ર થઈ ગંજી પાના વડે જુગાર રમી રહી છે, તેવી ચોક્કસ બાતમી સિટી એ. ડિવિઝન પોલીસને મળી હતી.

આથી ગઈકાલે પોલીસે દરોડો પાડતાં છ મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમતાં મળી આવી હતી. તેથી પોલીસે મકાન માલિક મંજુબેન બાવાજી ઉપરાંત સોનલબેન જીવણભાઈ જાદવ, સજનબા વિક્રમસિંહ સોઢા, જ્યોતિબેન રમેશભાઈ આહિર, વર્ષાબેન ધર્મેશભાઈ મકવાણા, અને વૈશાલીબેન રમેશભાઈ બોખરીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 15,120 ની માલમતા કબજે કરી છે.

Download Our B K News Today App



Related News