દિયોદરના ધ્રાડવ ગામે યુવતીએ ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-14 12:01:22
  • Views : 733
  • Modified Date : 2019-08-14 12:01:22

ખેતરમાં  જાડની ડાળીએ  ગળે ટૂંપો ખાધેલી હાલતમાં  
પોતાના ખેતરમાં ખેત મજુર કે જે  દિયોદર તાલુકામાં બી. ટી. કપાસ બિયારણનું ભારે વાવેતર થાય છે. ત્યારે હાલે દિયોદર
પંથકમાં રાજસ્થાનના મજુરો દ્વારા કામ કરવામાં આવે છે તે મુજબ ધ્રાડવઃ ગામે  પણ મજુરી અર્થે બીજા અન્ય મજુરો સાથે આવેલ પણ એક યુવતી જેનું નામ નયનાબેન અબવાભાઈ ઓજાત આદિવાસી  ગામ
છાપી, તાલુકો. વીંછીવાડ, જિલ્લો. ડુંગરપુરની યુવતીએ ગત રાત્રી દરમિયાન અગમ્ય કારણોસર દુપટા વડે ગળે ફોસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બાબતની ખબર સવારે ઝાડે લટકેલી લાશ જોતા મોટી સખ્યાંમાં લોકોના ટોળા જોવા ઉમટ્યા હતા. જે બાબતે ખેતર માલિક થાનભાઈ ગણેશભાઈ ચૌધરી રહે ધ્રાડવઃ વાળાએ દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે એ ડી દાખલ કરીને
તપાસ આદરી હતી. આમ ૧૯ વર્ષીય  યુવતીનું મોત કયા કારણોસર થયું તે તપાસનીશ અધિકારી તટસ્થતાથી તપાસ કરે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News