ડીસામાં યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 11:50:37
  • Views : 369
  • Modified Date : 2020-06-19 11:50:37

ડીસા શહેરમાં એક યુવકે
પાર્લરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લોકડાઉન દરમિયાન આર્થિક અને માનસિક તંગીના કારણે આત્મહત્યાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. જે દરમિયાન બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં સિંધી કોલોની વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે જીતુ લાધારામ સિંધી નામનો ૨૫ વર્ષીય યુવક પોસ્ટ ઓફિસ પાસે આવેલ પોતાના બનેવીના પાર્લરમાં કામ કરતો હતો. તે દરમિયાન અગમ્ય કારણોસર આ યુવકે બનેવીના જ પાર્લરમાં મોડી રાત્રે આત્મહત્યા કરી જીવન લીલા સંકેલી લીધી હતી. જોકે વહેલી સવારે
આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનોએ
પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને યુવકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Download Our B K News Today App



Related News