ઢીમા-વાવ-થરાદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:09:22
  • Views : 428
  • Modified Date : 2019-09-27 11:09:22

સરહદી વાવ અને ઢીમા
પંથકમાં ગુરૂવારે બપોરે જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે બાજરી, જુવાર સહિત કઠોળની કાપણીનો સમય હોવાથી ખેડૂતોમાં ભારે નુકસાન થવાની ભીતિઓ સેવાઈ રહી છે. સરહદી વિસ્તાર મુખ્યત્વે
પશુપાલન અને ખેતી પર આધારિત હોવાથી ખેડૂતો
પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે ખેડૂતોના મુખે આવેલ કોળિયો કુદરત જાણે પરત લઈ લેવાં બેઠો હોય તેમ ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે ખેડૂતો હાલમાં શિયાળુ સિઝન આવી રહી હોવાથી ખેતરોમાંથી બાજરી સહિતના પાકની લણણી,  કાપણી અને કઠોળ લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે સરહદી વાવ પંથકમાં મુશળધાર વરસાદ ખેડૂતોની મુશ્કેલીઓ વધારે તો નવાઈ નહી.
વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૭માં પુર પ્રભાવિત આ વિસ્તારમાં કુદરત જાણે કોપાયમાન થયેલ હોય તેમ નવરાત્રી આવી પરંતુ વરસાદ બંધ થવાનું નામ જ લેતો નથી. ત્યારે ખેડૂતાને પણ પોતાના મુખે આવેલ કોળિયો છીનવાઈ જાય તેવું લાગી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News