જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના વિધિ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 11:55:00
  • Views : 437
  • Modified Date : 2019-09-30 11:55:00

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને ભારત દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ ધામ ૫૧ શક્તિપીઠમાં અનેરું મહત્વ ધરાવે છે. આ ધામ રાજસ્થાન અને ગુજરાત સીમા ઉપર અરાવલીના પહાડો પર વસેલુ છે. રવિવારથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ત્યારે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે પણ ઘટ સ્થાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યોજાઈ હતી.  મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. વરસાદ પણ હોઈ માતાજીના ભક્તોની ભારે  જોવા મળી હતી. રવિવારે વહેલી સવારે મંગળા આરતી થઇ હતી. જેમાં પણ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિરમાં માતાજીના વાઘ પાસે ઘટ
સ્થાપન વિધિ અંબાજીના વિદ્વાન બ્રાહ્મણો અને ભટ્ટજી મહારાજના સહયોગથી થઇ હતી. જેમાં કોટેશ્વર ખાતેથી જળ લાવી આ વિધિ થઇ હતી. સૌ પ્રથમવાર શુદ્ધ માટીમાં ઝવેરા મૂકી માતાજીનું આહવાન કરવામાં આવ્યું હતું. આ વિધિમાં મંદિરના કર્મચારીગણ પણ જોડાયા હતા. આ ઘટ સ્થાપન વિધિમાં માતાજીનું સ્મરણ અને સ્થાપના થાય ત્યારે પવિત્રતાનું  ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ વિધિ
પૂર્ણ થયા બાદ માતાજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં વરસાદ વરસતો હોવા છતાં માતાજીના ભક્તો ગરબે ઘૂમ્યા હતા. મોટી  સંખ્યામાં ભક્તો આવ્યા હતા.  ગબ્બર પર્વત ઉપર પણ ઘટ સ્થાપના વિધિ થઇ હતી. અંબાજી ૫૧ શક્તિપીઠમાં અનેરું મહત્વ ધરાવે છે. રવિવારે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન વિધિમાં હિસાબી અધિકારી પ્રજાપતિ, દેવાંગભાઈ ઠાકર, તન્મયભાઈ ઠાકર, સતીશભાઈ ગઢવી, હરદાસભાઈ પરમાર સહિત વિદ્વાન બ્રાહ્મણો હાજર રહ્યા હતા.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News