પ્રીમેચ્ચોર ડીલીવરીથી જન્મેલા નવજાત શિશુને માતા સાથે ગાંધીનગર પ્રાંત અધિકારી પોતાની ગાડીમાં લઇ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-16 12:09:00
  • Views : 687
  • Modified Date : 2020-05-16 12:09:00

માનવીના હદયમાં રહેલી સંવેદના કયારેય ઉજાગર થયા વગર રહેતી નથી. આવા જ એક સંવેદનશીલ ગાંધીનગર જિલ્લાના વહીવટી તંત્રના કર્મયોગી અને કોરોના વાયરસની લડાઇમાં એક વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પ્રાંત અધિકારી જે.એમ. ભોરણીયાના સંવેદનશીલ સ્વભાવનો અનુભવ ગાંધીનગરથી છત્તીસગઢ જતી પ્રીમેચ્યોર ડીલીવરી થનાર મહિલાને થયો છે.
ગાંધીનગર એસ.ટી. ડેપોથી વહેલી સવારે ગાંધીનગરના અનેક પરપ્રાંતિયોને અમદાવાદ ખાતેથી છત્તીસગઢની ટ્રેનમાં બેસાડવા બસો ઉપાડવામાં આવી રહી હતી. તે સમયે પ્રાંત અધિકારીની નજર એક મહિલા પર પડી હતી. તેના ખોળામાં વીટાળેલા રૂમાલમાં એક નાનું બાળક હતું. તે જોઇને સંવેદનશીલ ગાંધીનગર પ્રાંત અધિકારીનું શરીર ધ્રુજી ઉઠયું હતું. તેમનામાં રહેલી સંવેદનાએ પોતાની હાથ નીચે ફરજ બજાવતા કર્મયોગીને તે બહેનને અહી બોલાવવા માટે જણાવ્યું હતું. બેનને પૂછતા ખબર પડી હતી કે, એક દિવસ પહેલા સાત માસે પ્રીમેચ્ચોર ડીલીવરીથી જન્મેલું બાળક તેમની પાસે છે. આ જોઇ તરત જ પ્રાંત અધિકારીએ પોતાની સરકારી ગાડીમાં આ બહેનને લઇ જવા માટે ડ્રાઇવરને સૂચના આપી હતી. સરકારી ગાડીમાં આ બેનને રેલ્વે સ્ટેશન લઇ ગયા હતા. તેઓ પણ પોતે ત્યાં ગયા હતા. રેલ્વે ઉપડે નહિ ત્યાં સુધી બેનને રેલ્વે અધિકારીની ચેમ્બરમાં બેસાડી હતી. પ્રસુતા બેનની મુસાફરી આરામદાયક રહે તે માટે તેમની ટ્રેનના ડબ્બામાં સરળતાથી બેસી શકે તેવી જગ્યા પણ રેલ્વે અધિકારીને કહી ખાલી કરાવી હતી. ટ્રેનમાં પણ આ બેનને જ જરૂરિયાત હોય તેવી તમામ બાબતોની તકેદારી પણ રાખવામાં આવી હતી. ટ્રેન
ઉપડી ત્યાં સુધી ગાંધીનગર પ્રાંત અધિકારી ત્યાંજ ઉભા રહ્યા હતા. આ સંવેદનશીલ સ્વભાવ ધરાવતા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારી જે.એમ.ભોરણીયાએ અન્ય અધિકારીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

Download Our B K News Today App



Related News