પોલીસને બગાસું ખાતા પતાશું મળ્યું કલોલમાં પશુઓના માસ ભરેલી ગાડી પલ્ટી ખાધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:29:58
  • Views : 340
  • Modified Date : 2020-12-29 11:29:58

ગાંધીનગરના કલોલ નજીક શ્રીજી પાર્લર પાસે સવારના અરસામાં કાર પલટી ખાઈ જતા અંદરથી પશુ માસ મળી આવ્યું છે. મહેસાણાથી અમદાવાદ જતી કાર કલોલ અંબિકા હાઇવે ઉપર અચાનક પલટી ખાઈ જતા કારમાંથી પશુઓના કપાયેલા અંગો સહિત માસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે
પોલીસને બગાશું ખાતા પતાશું મળ્યું હતું.
મહેસાણાથી અમદાવાદ જતી ફિયાટ પુન્ટો ગાડી સવારના ૭ વાગ્યાના સુમારે કલોલ પાસે પલ્ટી ખાઈ જતા. ગાડીમાંથી પશુઓના માંસ ભરેલા કોથળા મળી આવ્યા હતા. સ્પીડમાં જતી કાર અચાનક પલ્ટી ખાઈ ગઈ અને સમગ્ર ઘટના સામે આવી હતી. પશુઓના કપાયેલા અંગો ગાડીમાંથી મળતા લોકોએ પ્રશાસનનો હુરિયો બોલાવ્યો હતો . ઘટના બાદ ગાડી ચાલકો બંને જણા ફરાર થઈ ગયા હતા. જે બાદ કલોલ તાલુકા અને સીટી પોલીસ ઘટનાસ્થળે
પહોંચી હતી. જીજે.૦૧. કેબી -૪૬૩૭ નંબરની ગાડીમાંથી કુલ ૬ નંગ જેટલા પશુ માસના કોથળા મળી આવ્યા હતા. પ્રશ્ન એ છે કે જાે ગાડી પલટીના ખાઇ હોત તો પશુ માંસ ભરેલા કોથળા કઈ રીતે હાથ લાગત? આ ઉપરથી ફલિત થાય છે કે હજી પણ ક્યાંક ને ક્યાંક
ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે અને પુરજાેશે પશુઓના માસનું વેચાણ થાય છે.

Download Our B K News Today App



Related News