ધાનેરા પોલીસે દારૂ ભરેલ ગાડીમાંથી પિસ્તોલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 11:48:05
  • Views : 787
  • Modified Date : 2020-06-16 11:48:05

ધાનેરા પોલીસના નેનાવા બીટના જમાદાર તેમજ તેમની ટીમ મગરાવા ગામ પાસે વાહન ચેકીંગમાં હતી ત્યારે રાજસ્થાન તરફથી આવતી ગાડીને ઉભી રખાવી તપાસ કરતાં ગાડીમાં બીયર ભરેલા હતા અને તે ગાડીમાંથી દેશી પિસ્તોલ મળી આવતા પોલીસે ત્રણે આરોપીઓને ઝડપીને ધાનેરા પોલીસ મથકે લાવ્યા હતા.
ધાનેરાના મગરાવા ગામ પાસે પોલીસના વાહન ચેકીંગમાં રાજસ્થાન તરફથી આવતી હુંડાઈ ઈયોન ગાડી નં. જીજે ૨૭ એએસ ૦૫૭૫ ને ઉભી રખાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ બીયરની બોટલો જાવા મળતાં પોલીસે ગાડીમાં બેઠેલા ત્રણે આરોપીઓને ઝડપી લીધા હતા. દારૂની ગાડીની વધુ તપાસ કરતાં ગાડીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે બે કારતુત મળી આવતા પોલીસે ગાડીને ધાનેરા પોલીસ મથકે લાવી હતી અને ગાડીમાંથી બીયરની બોટલ નંગ ૨૩૪ કિં.રૂ. ૨૫૯૭૪, ગાડીની કિં.રૂ. ૩,૦૦,૦૦૦, પિસ્તોલ કિં.રૂ. ૧૦,૦૦૦ તથા બે કારતુતની કિં.રૂ. ૨૦૦ એમ કુલ મળી રૂ. ૩,૩૬,૧૭૪ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પકડાયેલા આરોપી ભભુતારામ ભારથારામ જાટ (રહે. જાબજારોકી ઢાણી, તા. સાંચોર), રાયચંદ પાબુરામ જાટ (રહે. વોડાખાટા, તા.સાંચોર), મુકેશ હમારામ જાટ (રહે. જેરોલ, તા. સાંચોર) સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ધાનેરા પી.આઈ. સમીરસિંહ ડાબી ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News