ડીસામાં પ્રતિબંધિત બીડીના જથ્થા સાથે ગાડી ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 11:26:33
  • Views : 1097
  • Modified Date : 2020-05-17 11:26:33

કોરોનાને લઈને લોકડાઉન હોવા છતાં ડીસામાં પ્રતિબંધિત બીડીની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે ડીસા દક્ષિણ
પોલીસે બીડીના જથ્થા સાથે રૂ. ૨.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે.
દેશમાં કોરોનાની મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. સાથે આ મહામારીથી બચવા સરકારે તમાકુ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ કરેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુટખા તમાકુના વેચાણ ઓર પ્રતિબંધ મુકેલ છે. ત્યારે ડીસાના
લાટીબજારમાંથી પસાર થઈ રહેલી વેન ગાડી નંબર GJ 02 BD ૫૬૭૦ જે બાતમીના આધારે ચેક કરતા ગાડીમાં પડેલ મજકુર બ્રાન્ડની બીડીના ૪૮૦ પેકેજ મળી આવેલ. જેથી પોલીસના માણસોએ ગાડીચાલક મોહમદ હનીફ હાજીભાઈ મેમણની અટકાયત કરી ડીસા દક્ષિણ
પોલીસ મથકે લાવી રૂ.૯૬ હજારની મજકુર બીડી તથા રૂ. ૨ લાખની ગાડી મળી કુલ રૂ. ૨૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે ગુન્હો દાખલ કર્યો હતો. ડીસામાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત ગુટખા,તમાકુ કાળા બજારમાં વેચાઈ રહી હોવાની રાડો ઉઠવા પામી છે. ત્યારે આ બીડીનો જથ્થો મળી આવતા કાળા બજાર થતું હોવાની વાતને સમર્થન મળી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News