ગઢવી સમાજના માતાજી સોનલમાંનો જન્મોત્સવની ઉજવણી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-31 14:08:22
  • Views : 353
  • Modified Date : 2019-12-31 14:08:22

રાધનપુરમાં મસાલી રોડ ઉપર આવેલા સરસ્વતીનગર ખાતે ચારણ ગઢવી સમાજના માતાજી આઇશ્રી સોનલમાંના 96 માં જન્મોત્સવની ઊજવણી કરાઇ હતી. આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું.જેમાં રાધનપુરના ધારાસસભ્ય રઘુભાઈ દેસાઈએ એકવીસ હજારનો ફાળો આપ્યો હતો. જેમાં ચારણ ગઢવી યુવક મંડળ દ્વારા આયોજિત જન્મોત્સવમાં પ્રખ્યાત સાહિત્યકાર યશવંતભાઈ લાંબા,ડો.વિષ્ણુ ઝૂલા,નવલદાન ગઢવી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વર્ધીદાન ગઢવીના જણાવ્યા મુજબ રાધનપુર ખાતે છેલ્લા પંદર વર્ષથી માતાજી આઇશ્રી સોનલમાંના જન્મોત્સવ ઊજવાય છે. જે પ્રસંગે આશાપુરા મંદિર ખાતે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરી હતી.

Download Our B K News Today App



Related News