બનાસકાંઠાના મડાણા ગઢ ખાતે પંચાયત દ્રારા કોરોના વાયરસને ડામવાની અપીલ કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-28 11:37:11
  • Views : 822
  • Modified Date : 2020-03-28 11:37:11


પાલનપુર ના મડાણા ગઢ ખાતે ગ્રામપંચાયત દ્રારા રાજય બહાર થી આવેલા લોકો ને હોમ કોરોન્ટાઈનમાં રહેવા માટે ની કડક સુચનાઓ આપી હતી સમગ્ર ગામમાં ગાડી ઉપર માઈક લગાવી જાહેર રસ્તાઓ ઉપર ફરી લોકો ને સુચના આપી હતી અને મુંબઈ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી આવેલા લોકો ના ઘરે જઈ આ મકાન કોરોન્ટાઈન પ્રભાવીત છે કેવા સ્ટીકરો મારવાની કામગીરી કરી હતી તો બીજી બાજુ તલાટી તેમજ સરપંચ અને પંચાયત સ્ટાફ દ્રારા ગામમાં આવેલી તમામ જીવનજરુરીયાત ચીજવસ્તુ ધરાવતી દુકાનો ના માલિકો ને નક્કી કરેલા સમય માટે જ ખોલવા માટે ની સુચના આપી હતી અને નિયમ નો ભંગ કરનાર દરેક વ્યકિત વિરુધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની સુચનાઓ આપવામાં આવી હતી

તો બીજી બાજુ ગઢ પોલીસ દ્રારા લોક ડાઉન નો કડકપણે અમલ કરાવતા ગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર ના તમામ ગામો સંપુર્ણ પણે લોક ડાઉન સ્થિતીમાં જોવા મળ્યા હતા

Download Our B K News Today App



Related News