ગઢ ગામમાં એક જ પરિવારમાંથી ત્રણ દિકરીઓનું અપહરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-11 16:21:06
  • Views : 2762
  • Modified Date : 2019-09-11 16:21:06

વીઓ- બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામેથી એકસાથે ત્રણ યુવતીઓનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૂળ કાંકરેજ તાલુકાના કુંવારવા ગામના વતની અનુપજી ઠાકોર હાલમાં ગઢ ખાતે મનીષભાઈ ભુટકાના કુવા ઉપર ભાગીયા તરીકે ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેમને સંતાનમાં છ દીકરા તેમજ છ દીકરીઓ છે. આ અનુપજી ઠાકોર અને તેમની પત્ની ગત શુક્રવારે બપોરનાં એક વાગે ખેતરમા કામ કરી રહ્યા હતા . તેમની 19 વર્ષીય દીકરી જશી અને સંગીતા અને એક 15 વર્ષીય કિશોરી સહિત ત્રણેય દીકરીઓ બાજુમાં આવેલ પાડોશીના વાડામાં કપડાં ધોવા ગયેલ હતી. જોકે મોડી સાંજ થવા છતા ત્રણેયમાથી એકપણ દીકરી ઘરે ન આવતા તેના પિતાએ જશી ના મોબાઈલ ઉપર ફોન કરતાં ફોન પણ સ્વીચ ઓફ આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. તેમજ તેમના પરિવારજનોએ આજુબાજુમાં અને ગામમાં  તેમજ સગાંવહાલાંના ઘરે તપાસ કરવા છતાં પ ત્રણેયમાંથી એકપણ દીકરીનો પતો લાગ્યો નહતો. જેથી તેના પિતાએ ગઢ પોલીસમથકે આ ત્રણેય દિકરીઓનું કોઈ અજાણ્યાં શખ્સો દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. જે અંગે ગઢ પોલીસે અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News