ઢીમા સપ્રેડા કેનાલ પર ડામર રોડનું કામ અધૂરું હોવાથી કેનાલમાં ગાબડાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-10 11:31:25
  • Views : 453
  • Modified Date : 2019-12-10 11:31:25

ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર માટીકામના પુરાણ કામના અભાવે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલથી ડામર રોડનું કામ ૪ ફૂટ નીચે કરવામાં આવતાં કેનાલોમાં વારંવાર ગાબડાઓ
પડે છે.  નર્મદા નિગમના અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી એકબીજા પર આક્ષેપ કરતા હોય છે. કામની ગુણવત્તા અને મજબુતાઈમાં એમને કોઈ જ રસ નથી. ત્યારે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવતાં ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં અનેક વખત ગાબડાઓ પડ્યા છે.  ત્યારે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની બન્ને સાઈડોમાં પુરાણ કામ બરાબર કરવામાં આવે અને વર્ષોથી અધૂરું ડામર રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તો સરહદી વિસ્તારની કેનાલો પર પેટ્રોલિંગ કરવા માટે તેમજ ખેડૂતોને માટે પણ આ રોડ ખુબ જ જરૂરિયાત પ્રમાણે અને એકબીજા ગામ વચ્ચે અંતર ઘટાડતો હોવાથી સત્વરે આ રોડની કામગીરીઓ થાય તેવી માંગ ઉઠી છે.
સરહદી વાવ તાલુકામાં નર્મદાની કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેમ છાસવારે કેનાલો તૂટી જાય છે. તો વળી કેનાલોમાં પાણી જ અપાતું નહિ હોવાની રાવ ખેડૂતોમાં ઉઠી છે. ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની સાઈડોમાં માટીકામના અભાવે કેનાલમાં ગાબડાઓ પડતાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. વધુમાં  ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં તાજેતરમાં ભાખરી ગામની સીમમાં ગાબડું પડતાં ૬૦ એકર જમીનમાં જીરાનો
પાક નષ્ટ થઈ ગયો હતો.ત્યારે આ કેનાલમાં ભંગાણ થવાથી કોન્ટ્રાક્ટર દ્વારા તરત જ અધૂરું માટીકામની કામગીરીઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારે જ માટીકામ,પ્રોટેક્શન દીવાલો અને કેનાલમાં જર્જરિત ગાબડાઓ પડે તેવી જગ્યાઓ પુરવામાં તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News