ડીસા થી થરા ફોરલેન હાઈવેની દૂર્દશા સાપ ગયાને લીસોટા રહી ગયા જેવો ધાટ ઘડાયો વરસાદતો ગયો પણ ગાબડા રહી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 11:39:35
  • Views : 594
  • Modified Date : 2019-11-10 11:39:35

ચોમાસા દરમ્યાન વરસાદી માહોલના કારણે ડામરનું ધોવાણ થતા અત્રે ડીસાથી ભીલડી, શિહોરી, થરા ફોરલેન હાઈવે માર્ગ પર ઠેર-ઠેર ભયંકર જીવલેણ ગાબડાં પડી જવા પામ્યા છે. તેમજ હાઈવેને અડીને આવેલ હોટલો નજીક હોટલની બંને સાઈડ રોડ પર અડધા કિ.મી.ના અંતર સુધી ઠેર-ઠેર માટીના ઢેર અને થર જામી જવા પામ્યા છે. જેના કારણે અવાર-નવાર વાહનોના ટાયર ફાટવા પંચર પડવાની ઘટનાઓ બનવા સહિત કયારેક નાના-મોટા અકસ્માતો થવાના બનાવો પણ બનતા હોય છે. રોડ વચ્ચે મસમોટા ગાબડા તેમજ માટીના થર જામવાથી ભયંકર જીવલેણ ગમખ્વાર અકસ્માતો થવાની પણ ભારે દહેશત વર્તાઈ રહી છે. હાલમાં વાહન ચાલકો આ ગંભીર સમસ્યાંથી પીડાઈ રહ્યા છે અને ભારે હાડમારી વેઠી રહ્યા છે ત્યારે ચોમાસુ વિતી ગયાને સમય વિતી ગયો હોવા છતા પણ આ રોડનું મરામત કામ હાઈવે ઓથોરિટી દ્વારા કેમ હાથ ધરાતું નથી. તેવો પ્રજામાંથી વેધક સવાલ ચર્ચાઈ રહ્યો છે. શું હાઈવે ઓથોરિટીના જવાબદાર સત્તાવાળાઓ વાહન ચાલકોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ સત્વરે ગાબડા મરામતનું કામ હાથ ઘરશે. ખરા કે પછી હોતી હૈ, ચલતી હૈ

Download Our B K News Today App



Related News