બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 11:00:58
  • Views : 294
  • Modified Date : 2021-01-22 11:00:58

થરાદ પંથકમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સાત ગાબડા પડયા છે. આ ઉપરાંત વાવ પંથકમાં પણ સોમવારે સપ્રેડા નર્મદા કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું પડયું હતું. ત્યારે થરાદના ભોરલ અને કાશવી માઈનોર કેનાલમાં ગાબડું  પડતાં એરડા અને જીરાના પાકમાં
પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોને ભારે નુક્સાન થવા પામ્યું હતંુ.
સરહદી પંથકોમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વાવ, ભાભર બાદ થરાદ પંથકમાં એક જ રાતમાં બે  કેનાલમાં ગાબડાં પડતાં કેનાલોના પાણી ખેડૂતોનાં ખેતરમાં ફરી વળ્યા હતા. થરાદ પંથકમાં ત્રણ દિવસમાં સાત ગાબડાં પડવાના બનાવો બન્યા છે. કેનાલોમાં ગાબડાથી ખેતરમાં ઉભેલા પાકો જેવા જીરૂ, રાયડો, એરંડા, દિવેલા જેવા પાકોમાં પાણી ફરી વળ્યું હતું. આથી ખેડૂતોને લાખો રૂપિયાનું
નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલમાં ગાબડું
પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થાય છે. છતાં તંત્ર ભેદી મૌન સેવી રહ્યું છે. જ્યારે હલકી ગુણવત્તાવાળી કેનાલની વાત આવે છે ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતા જાેવા મળે છે.  ત્યારે ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી કે આ ગાબડાં પડવાનું સિલસિલો કયારે બંધ થશે.   અત્યારે તો ખેડૂતો ભગવાન ભરોસે બેસી લાખોનું નુકસાન ભોગવી રહ્યા છે. ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. આવેદનપત્ર આપવામાં આવ્યા છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ અને  સ્થાનિક અધિકારીઓએ આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતાં નથી.

Download Our B K News Today App



Related News