જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ ખાતે પાલનપુર તેમજ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ યોગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની યોગાસન ટુર્નામેન્ટ યોજાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 11:57:41
  • Views : 255
  • Modified Date : 2021-10-19 11:57:41

જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ,  પાલનપુર તેમજ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ યોગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રોઝી બ્લુ પેવેલિયન,  જી.ડી.મોદી વિદ્યાસંકુલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન ટુર્નામેન્ટ યોજાઈ હતો..જેમાં આઠ વર્ષના બાળકોથી લઇ ૬૫ વર્ષના સ્ત્રી-પુરુષોએ તેમજ યુવક યુવતીઓ એમ કુલ ૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો..આ સ્પર્ધા યોગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશનના માર્ગદર્શન તેમજ નિયમાનુસાર યોજવામાં આવી હતી. સ્પર્ધાનું ઉદ્ઘાટન જી ડી મોદી કોલેજ ઓફ આર્ટસના આચાર્ય એસ જી ચૌહાણ કર્યું હતું અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા અને યોગનું જીવનમાં મહત્વ તેમજ સ્પોર્ટસમેન સ્પિરીટ વિશે વાત કરી હતી...  બનાસકાંઠા જિલ્લા યોગ એસોસિયેશનના સેક્રેટરી ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ એ યોગ ફેડરેશન ઓફ ઈન્ડિયા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધા વિશે વાત કરી હતી. મિલનભાઈ રાવ સ્પર્ધાના નિયમો અને કઈ રીતે માર્કિંગ થાય તે અંગે વાત કરી હતી તેમજ વિજેતા સ્પર્ધકોને જી.ડી.મોદી વિદ્યાસંકુલના પૂર્વ નિયામક ડોક્ટર ગિરીશ ભાઇ ઠાકર તેમજ જાણીતા એડવોકેટ મહેશભાઈ ચારણના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ ગીરીશભાઈ ઠાકરે અષ્ટાંગ યોગ વિશે સુંદર માહિતી આપી હતી..

Download Our B K News Today App



Related News