ગાંધીનગરમાં લાખો રૂપિયા ખર્ચીને ફુટપાથ કોના માટે બનાવી ? ‘ઘ’ અને ‘ચ‘ માર્ગની ફૂટપાથ ચાલવા માટે કે ધંધાર્થીઓ માટે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 11:20:12
  • Views : 333
  • Modified Date : 2020-10-06 11:20:12

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાંચ વર્ષમાં બે વાર ફૂટપાથો બનાવવા લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ ફૂટપાથો ખરેખર કોના માટે બનાવવામાં આવી છે તે યથાર્થ પ્રશ્ન ઉઠવા પામ્યો છે. નગરજનો દર વર્ષે
પરસેવાની કમાણીનો ટેકસ ભરે અને તેમને કોઈ જ પ્રકારની સગવડ નહીં અને બહારની મુર્ગીઓને ઈંડા આપવા તંત્ર પહોંચી જાય તેવી હાલત થઇ છે. નગરજનો માટે બનાવેલી ફૂટપાથો જે ઘ અને ચ માર્ગ ઉપર રોજ-બરોજ હજારો વાહન આવતા જતા હોય છે. જેથી નગરજનો વોકિંગ કરવા માટે અને રોડ રસ્તો ઓળંગી ગયા બાદ તેમની સેફટી માટે મનપા દ્વારા ફૂટપાથો બનાવેલી છે, ત્યારે ફૂટપાથ ઉપર બહારના ધંધાર્થીઓએ કબજો જમાવ્યો હોય તેમ મુખ્ય માર્ગ એવા ઘ અને ચ માર્ગ તથા સર્કલોની નજીક ટ્રેકટર ટ્રોલી મોરારી બળદગાડીથી લઈને પોતે ખેડૂતો હોવાનો ડોળ કરીને રોડ રસ્તા અને ફૂટપાથ રોકીને કબજો જમાવી દીધો છે. ત્યારે નગરજનોને સાંજે વોકિંગ કરવા નીકળે તો મુખ્ય માર્ગો ઉપર ચાલવું પડે છે. અગાઉ અકસ્માત જેવા બનાવો બન્યા છે, જેમાં ઘાયલ નગરજનો થયા છે. બે વર્ષ પહેલા અકસ્માતમાં બે વ્યક્તિનું મૃત્યુ થયું છે. મનપા દ્વારા દબાણનો આખો મોટો વાઘ પણ ક્યાંથી આવે ?
મનપાની હપ્તાખોરીના કારણે દબાણ હટાવવામાં આવતા નથી અને ખાસ ઘ અને ચ માર્ગ ઉપર ડેન્જર ઝોન હોવાથી ત્યાં પણ પરિપત્ર સરકારનો બહાર પાડેલ છે કે લારી ગલ્લા કે અન્ય કોઈ દબાણ અહીંયા ઊભા ન રાખવા દેવા. ત્યારે ઘ અને ચ માર્ગ ઉપર
મનપાના કયા અધિકારીના આશીર્વાદ છે તે પ્રજાની સલામતી નહીં પણ
ફૂટપાથો ઉપર ધંધા કરતા ધંધાર્થીઓની સલામતીનું વિચારી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મનપાને આપી રહ્યા છે ત્યારે ફૂટપાથો બનાવી તો કોના માટે ? નગરજનો માટે કે ધંધાર્થીઓ માટે ? મેયર રીટાબેન, ડેપ્યુટી મેયર નાજાભાઇ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જીગાબાપુ તથા ભાજપ કોંગ્રેસના તમામ નગરસેવકોની જવાબદારી છે કે ફૂટપાથો નગરજનોના ચાલવા માટે બનાવી છે નહીં કે ધંધાર્થીઓ માટે ? ત્યારે અકસ્માત જેવા બનાવો બનશે અને નગરજનોમાંથી કોઈનું મૃત્યુ થશે તો જવાબદારી તંત્રની કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ? રોજબરોજ ઘ અને ચ માર્ગ ઉપર તમામ ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો નીકળે છે. તો ધંધાર્થીઓ માટે કૂણી લાગણી કેમ ? નગરજનો માટે કૂણી લાગણી કેમ નહીં ? ફૂટપાથો નગર જણાવવા માટે બનાવવામાં આવી છે કે ધંધાર્થીઓ માટે ? તે હવે ચૂંટાયેલા સત્તાધીશોએ નક્કી કરવાનું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નગર સાથે રહેવું છે કે ધંધાર્થીઓ સાથે ? ફૂટપાથો ઉપર વેપારીઓનો કબજો દબાણની વ્યાખ્યા ક્યાં ? મનપાની હપ્તાખોરી કે સેટિંગ ડોટકોમ ? ઘ અને ચ માર્ગ ઉપર ફૂટપાથો વેપારીઓ દ્વારા કબજે કરી લેતા વસાહતીઓ રોડ ઉપરચાલવા માટે મજબૂર-વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા હવે હાંકારો પાડો પ્રજાજનનો પ્રશ્ન છે અને પ્રશ્ન વસાહત મંડળના પ્રમુખ કેસરીસિંહ બિહોલા અને અરુણ બુચે પણ આગળ આવવાની જરૂર છે.

Download Our B K News Today App



Related News