ઠાકોર સમાજની દીકરીઓની નેશનલ ફુટબોલમાં પસંદગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 11:32:36
  • Views : 410
  • Modified Date : 2019-06-28 11:32:36

મળેલ પદ કે હોદ્દાનો
સદુપયોગ કરી હું મારા લેવલે બેસ્ટ  આવી છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ મળે એ માટે હંમેશા પ્રયત્નશીલ હોઉં છું. વાત છે આજે ઈન્ટરનેશલ કક્ષાએ સિદ્ધિ હાંસલ કરનાર
પાટણ જિલ્લાના નાનકડા સાંપ્રા ગામની એ ઠાકોર સમાજની દીકરીઓની ટીમ જે ઓફિસિયલ ફૂટબોલ રમે છે.
પાટણ જિલ્લા વતી તે પાટણની ટીમમાં રમે છે અને એ પણ સિલેક્શન પસંદગીને અંતે જિલ્લાની ટીમમાં સામેલ થાય છે.  
હરેશભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ બન્યા બાદ છેલ્લાં ૩ વર્ષથી સ્ટેટ એસોસિએશન બનાસકાંઠાને સર્વ શ્રેષ્ઠ આયોજન કરવા બદલ ઇન્ટર ડીસ્ટ્રીકટ ટુર્નામેન્ટ આયોજન કરવા માટે આગ્રહિત હોય છે.
ગુજરાતમાં ક્યાંય ના હોય એવું ગ્રાઉન્ડ, રહેવા જમવાની સગવડ ખાસ સલામતી સાથે બનાસકાંઠામાં પૂરી પાડવામાં આવે છે. જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે સતત ઘરના એક મોભી, મોટાભાઈ તરીકે સતત ચિંતા કરી સગવડો પુરી
પાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું. રાજ્યની ટીમો પોતાના જિલ્લામાં સિલેક્શન પદ્ધતિને અંતે બનાસકાંઠામાં રમવા આવે છે. છેલ્લાં ૩ વર્ષની ટુર્નામેન્ટમાંથી બે માં વિજેતા બની છે. પાટણ ઠાકોર સમાજની એકજ ગામનીએ કાકા-બાપાની દીકરીઓની ટીમ ગુજરાતની બેસ્ટ અમદાવાદ, સુરત, બરોડા રાજકોટ, ભાવનગરની ટીમને હંફાવી ગુજરાત અંડર-૧૪ અને ૧૭ માં પણ ચેમ્પિયન બની  પાટણ જિલ્લાની ટીમ સ્ટેટ ટીમનું સિલેક્શન થાય એ ઇન્ડિયા રમવા જવાનું હોય ત્યારે પણ ૬ થી ૭ પ્લેયર્સ બહેનો હોય.
પાટણ જિલ્લાની ઠાકોર સમાજની દીકરીઓ ૨૦૨૦માં ફૂટબોલ વર્લ્ડકપ રમવાનો છે. એમાં પણ પાટણ જિલ્લાની આજ ટીમની સદસ્ય હેતલ
ઠાકોરને સમાવવામાં આવી છે.
ખુબજ ઓછી સગવડ સાથે ગામના તળાવમાં બનાવેલા મેદાનમાં પ્રેકટીસ કરી સાથે ઘરકામ અને ખેતી પશુપાલનનું કામ કરી આ પાટણ ઠાકોર સમાજની દીકરીઓએ આ સિદ્ધિ હાંસલ કરી આ મુકામે પહોંચી છે.

Download Our B K News Today App



Related News