ડીસા તાલુકાના આસેડા ગામે વીજ કરંટથી મૃત્યુ પામેલ કપિરાજની અંતિમયાત્રા નીકાળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-06 12:09:49
  • Views : 333
  • Modified Date : 2022-02-06 12:09:49

ડીસા તાલુકાના આસેડા ગામે વીજ કરંટથી મૃત્યુ પામેલ કપિરાજની અંતિમયાત્રા નીકાળી

 

ડીસા તાલુકાના ઝાબડીયા ગામે પસાર થતી હેવી વીજ લાઈન પાસે એક કપિરાજ નું ટોળું ફરી રહ્યું હતું જે દરમિયાન આ કપિરાજ ના ટોળા માંથી એક કપિરાજને હેવી વીજ લાઈવ ના વાયરને અડતાં તેને કરંટ લાગ્યો હતો કપિરાજ રે કરંટ લાગતા ની સાથે જ તે નીચે જમીન પર પટકાયો હતો જેથી તેનું જમીન પર પટકાતા મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી તો કવિરાજ નું મોત નીપજ્યું હતું જે બાદ ઝાપડીયા ગામના લોકોએ મનુષ્ય ની અંતિમયાત્રા ની જેમ જ કપિરાજ ની અંતિમયાત્રા ઢોલ-નગારા સાથે નીકળી હતી.જે અંતિમયાત્રામાં ઝાબડીયા આખું ગામ જોડાયું હતું જે બાદ ગામમાં આવેલ સ્મશાન ખાતે કપિરાજની અંતિમવિધિ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News