કચ્છ પોલીસના ગુનાશોધક શ્વાન નિરમાની ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનપૂર્વક અંતિમ વિધિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 12:11:38
  • Views : 351
  • Modified Date : 2020-10-23 12:11:38

  માંડવી તાલુકાના જખણીયા ગામે એકસાથે ચાર સામૂહિક હત્યાના ચકચારી બનાવ વખતે આરોપીની શોધખોળ કરવા ગયેલા ગંધપારખું શ્વાન નિરમાનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા પોલીસ હેડકવાર્ટરમાં ગાર્ડ ઓફ ઓનર આપી સલામી અને સન્માન પૂર્વક તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

  બુધવારના ત્રણ પુત્રી અને પત્ની હત્યા કરનારા આરોપી ઘટનાને અંજામ આપીને નાશી જતા તેમની શોધખોળ માટે જર્મન શેફર્ડ ટ્રેક્રર ડોગ માદા નામે નિરમા ઉમર વર્ષ સાત આરોપીની ચંપલ પરથી ગંધ પારખી જતા વન વગડા વાડી વિસ્તારમાં 4 થી 5 કી.મી. સુધી પોલીસને દોડાવ્યા હતા. ચાલુ કામગીરી દરમિયાન તેમની તબિયત લથડતાં તાત્કાલિક માંડવી પશુચિકિત્સક દવાખાને લઈ આવવામાં આવી હતી, ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી.

  વધુ તપાસ માટે રાત્રીના ભુજ વેટરનરી પોલીક્લીનીક ખાતે નિરમા શ્વાનનું પીએમ કરવામાં આવ્યું હતું. ડોક્ટર કુલદીપ છાટબારે હાર્ટ એટેક આવવાના કારણેથી મોત નીપજ્યું હોવાનો કહ્યું હતું. ગુરૂવારના સવારના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપીને નિરમાને સન્માન પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી આવી હતી. શ્વાન હેન્ડેલર શકિત દાન ભાવવિભોર થયા હતા.

   નલિયા મર્ડર કેસ, રાપર ચોરી કેસ, ગાંધીધામ સહિત પૂર્વ અને પશ્ચિમમાં છેલ્લા બે વર્ષથી ગંધ પારખું શ્વાન તરીકેની ઉત્તમ કામગીરી કરાતા નિરમાની 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય કક્ષાએ તેમની પ્રશંસા કરવામાં આવી હતી તેવું હેડ ક્વાર્ટરના આરએસઆઈ એસ. એમ. ચૌહાણે વિગત આપતા જણાવ્યું હતું.

મે માસમાં ચેતક શ્વાન કચ્છમાં આવ્યો છે. હાલ ચાર વર્ષની ઉંમર ધરાવતા શ્વાન પર ગુનાબાબતે કામગીરી કરવાની બેવડી જવાબદારી નિભાવી પડશે.

  આ અંગે શોક વ્યક્ત કરતા એસપી સૌરંભ સિંગ ક્લાસ ટુની ઓફિસરની સમકક્ષ આવતા પોલીસ ડોગ નિરમાના મોત બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ માટે ગુના શોધવા માટે અગત્યનું લોકેશન પૂરું પડતો હોવાથી અમારા પરિવારનો એક સદસ્ય ગુમાવ્યો હોવાથી દુઃખ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News