ઇડર પો.સ્ટે.ના એ.એસ.આઇ. એ એક મહિનાનો પગાર ફંડમાં જમા કરાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 11:46:56
  • Views : 1712
  • Modified Date : 2020-05-06 11:46:56

સમગ્ર  વિશ્વ  કોરોના સામે લડાઇ લડી રહ્યુ છે. આ સમયમાં ભારતના વડાપ્રધાનના લોકડાઉનના નિર્ણય થકી ભારત દેશમાં કોરોનાનો ફેલાવો નિયંત્રીત કરી શકાયો છે.
પોલીસ દ્વારા લોકડાઉનનો અમલ કરાવી જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ત્યારે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. દિપકભાઇએ પોતાનો એક મહિનાનો પગાર કોરોના સામેની લડાઇ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો.
લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ તંત્ર ૨૪ કલાક ખડેપગે રહીને પોતાના સ્વસ્થ્યની ચિંતા કર્યા વિના નાગરીકો માટે ફરજ બજાવી રહ્યા છે. જે દેશના ફ્રન્ટલાઇન કોરોના યોધ્ધા છે. આ યોધ્ધાઓ ઉનાળાની ૪૨ ડીગ્રી ગરમીમાં રોડ રસ્તાઓ પર ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. પોલીસકર્મી
પોતાના પરિવારની ચિંતા છોડી આપણા માટે અસહ્ય ગરમીમાં ફરજ બજાવી રહ્યા છે. ઇડર
પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ કોરોના યોધ્ધા એ.એસ.આઇ. દિપકકુમાર ગોવાભાઇએ મુખ્યમંત્રીની  સહાયની અપીલને પગલે
પોતાનો એક માસનો પગાર
રૂ. ૨૫૦૯૩/-નો ચેક મુખ્ય મંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો. દિપકભાઇએ  જિલ્લા
પોલીસ વડા ચૈતન્ય માંડલીકને મળી પોતાના વેતનનો આ ચેક રાહત ફંડમાં જમા કરાવવા
અર્પણ કર્યો હતા. કોરોના વોરીયર દ્વારા કરવામાં આવેલ આ આર્થિક સહાય ફૂલ નહી પરંતુ ફૂલની પાખડી સમાન છે. જે
પોતાના એક મહિનાના
પરીશ્રમથી મેળવી પોતાના
પરીવારનું ભરણ-પોષણને બદલે દેશ સેવા માટે અર્પણ કર્યુ છે. આ સેવા-ભાવનાને જિલ્લા પોલીસ વડા અને સાથી પોલીસ કર્મીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News