ફુલ સ્પીડ આવી રહેલી કાર ટેન્કરમાં ઘૂસી ગઈ, કોઈનો હાથ તો કોઈનું માથું ધડથી અલગ થયું, વિચલિત કરતી તસવીરો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-23 13:50:16
  • Views : 283
  • Modified Date : 2021-02-23 13:50:16

    મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક રોડ એક્સિડેન્ડમાં છ મિત્રનાં મોત થયાં છે. તેઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ફુલ સ્પીડે જતી કાર ટેન્કરની પાછળ અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું હતું અને કારની આગળ અને પાછળની સીટનો ભાગ લગભગ એકબીજાને ચોંટી ગયો હતો.


    બે મિત્ર સીટ પરથી ઊછળીને બોનેટ પર આવી ગયા હતા. તેમાંથી કોઈનો હાથ તો કોઈનું માથું ઘડથી અલગ થઈ ગયાં હતાં. આ દુર્ઘટના સોમવારે રાતે અંદાજે એક વાગે નિરંજન ચાર રસ્તા ઘટી હતી. તેઓ દેવાસ તરફથી આવી રહ્યા હતા. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ પાર્ટી કરવા ક્યાં ગયા હતા અને આ ઘટના કઈ સ્થિતિમાં ઘટી હતી.લસૂડિયા પોલીસના એસઆઇ નરસિંહ પાલે જણાવ્યું હતું કે કાર ખૂબ ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ છે. એને ગેસ કટરથી કાપીને મૃતદેહો બહાર કાઢવા પડશે. કારમાં કુલ છ લોકો હતા. ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં છે. બે મિત્ર જીવતા હતા, પરંતુ તેમનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં છે.


જીવ ગુમાવનારા બધા મિત્રો ઈન્દોરના
1. ઋષિ (19), 129 ભાગ્યશ્રી કોલોની
2. ગોલુ ઉર્ફે સૂરજ (25), માલવીયનગર
3. છોટુ ઉર્ફે ચંદ્રભાન રઘુવંશી (23), માલવીયનગર
4. સોનું જાટ (23), આદર્શ મેઘદૂતનગર
5. સુમિત (30), ભાગ્યશ્રી કોલોની
6. દેવ (28), 384/3 માલવીયનગર

Download Our B K News Today App



Related News