પાટણ પંથકમાં હવામાનના ફેરબદલના કારણે ફુલેવરના પાકમાં નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:53:26
  • Views : 289
  • Modified Date : 2020-12-18 11:53:26

પાટણ પંથકમાં રવી સીઝન દરમિયાન ખેડૂતોએ વિવિધ ખેત પેદાશોની સાથે શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પાટણની આસપાસના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ફુલાવરનું વાવેતર કર્યું હતું,
પરંતુ હવામાનના ફેરબદલને કારણે ફુલાવરના પાકને નુકસાન થયું છે, જેથી ભાવ ગગડતા ખેડૂતોની મહેનત પર
પાણી ફરી વળ્યું છે. યોગ્ય ભાવ ન મળવાને કારણે હાલમાં ખેડૂત ફુલાવરને ગૌશાળાઓમાં
પશુઓ માટે મોકલાવવા મજબૂર બન્યા છે.
 જિલ્લામાં ખેડૂતો ખાસ કરીને શિયાળામાં મોટા પ્રમાણમાં ફુલાવરનું વાવેતર કરે છે અને જેમાં ખેડૂતોને સારા ભાવ પણ મળી રહે છે. ચાલુ વર્ષે પણ ખેડુતોએ પરંપરાગત રીતે ફુલાવરનું વાવેતર કર્યું હતું. જિલ્લામાં ફુલાવરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું.
પાટણ પંથકમાં હવામાનના ફેરબદલના કારણે ફુલેવરના
પાકમાં નુકસાનપાટણ પંથકમાં હવામાનના ફેરબદલના કારણે ફુલેવરના પાકમાં નુકસાન થવા પામ્યું છે.  બે મહિના અગાઉ ૬૦ થી ૮૦ રૂપિયાના ભાવે વેચાતું ફુલાવર હાલમાં શાકમાર્કેટમાં એક રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યું છે, જ્યારે છૂટક બજારોમાં ૧૦ રૂપિયે કિલો વેચાય છે. ફુલેવરના ભાવો બજારમાં ના મળતા ના છૂટકે ખેડૂતો ખેતરમાંથી ફુલાવર સીધું ટ્રેક્ટરમાં ભરી ગૌશાળાઓમાં પશુઓ માટે મોકલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News