લોકડાઉનમાં બંદ પડેલી દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 12:22:03
  • Views : 644
  • Modified Date : 2020-05-01 12:22:03

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. હાલમાં સમગ્ર દેશમાં લોક ડાઉન હોઈ ૩ મે સુધી આખો દેશ બંદ હોઈ લોકો પોતાના ઘરમાં રહી કોરોનાને માત આપી રહ્યા છે. ત્યારે અંબાજી અને દાંતા પંથકમાં આવેલી એક મહિનાથી બંદ પડેલી દુકાનોમાં પડેલ અખાદ્ય સામગ્રીનો નાશ કરવા માટે 
પાલનપુરથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અંબાજીની ૧૦ દુકાનો અને દાંતાની ૨ દુકાનોમાં આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દાંતા ખાતે ૨ દુકાનોમાંથી ૩૦૦ લીટર પેપ્સીનો નાશ કરવામાં આવ્યો હતો. અને એક્સપાયર ડેટ વાળો સામાનનો પણ નાશ કરાયો હતો. આ સિવાય અંબાજીની ૧૦ દુકાનોમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ૨૦૦ કિલો અખાદ્ય  જથ્થાનો  નાશ કર્યો હતો. દાંતા બાદ અંબાજી આવેલા ફૂડ વિભાગના અધિકારીઓ ભાટવાસની દુકાનો અને  અંબાજી બજારની દુકાનો અને દાંતા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જે મીઠાઈ, બેકરી અને ફરસાણની દુકાનો પર દરોડા
પાડવામાં આવ્યા હતા. જે
એક્ષપાયાર ડેટનો સામાન મોટી સંખ્યામાં મળી આવ્યો હતો અને અંબાજી ખાતે ૨૫ લિટર સોફ્‌ટ ડ્રિંકનો નાશ કરવામાં આવ્યો હતો.
 આ બાબતે  પાલનપુર ફૂડ સેફટી ઓફિસર
પી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે અમે દાંતા અને અંબાજી ખાતેની કુલ ૧૨ જેટલી દુકાનોમાં અખાધ જથ્થાનો નાશ કરેલ છે. સાથે આઉટ ડેટેટ કોલ્ડ ડ્રિન્કનો પણ નાશ કર્યો છે.

Download Our B K News Today App



Related News