અંબાજી મંદિર દ્વારા ૫૭ હજાર ફુડ પેકેટ અપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 11:55:19
  • Views : 435
  • Modified Date : 2020-04-19 11:55:19

જઆધ્ય શક્તિ પીઠ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે, હાલ દિવસે દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠામાં
 પણ પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે લોકો ઘરની બહાર ન નીકળે અને કોરોનાનો શિકાર ન થાય તે માટે બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરાયું છે. જેના પગલે રોજિંદી રોજગારી મેળવતા ગરીબ શ્રમિકોની વહારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આવ્યું છે.  મંદિર દેવસ્થાન ટ્રસ્ટની અંબિકા ભોજનાલય દ્વારા ગરીબ શ્રમિકોને પ્રથમ લોકડાઉનથી જ મફત ભોજન
પૂરું પાડવા આવે છે.  આ ભોજન તૈયાર થયા બાદ ટ્રસ્ટના વાહન દ્વારા જે તે વિસ્તારમાં જઈ ગરીબોના ઘર આગણે ભોજન પહોંચાડાઈ રહ્યું છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ૨૬ માર્ચથી હમણાં સુધી રોજના ૩૦૦૦ જેટલા  લોકો ને ભોજન આપવાની કામગીરી માં હમણાં સુધી ૫૭ હજાર જેટલા ફ્રુડ પેકેટો વિતરણ કરી દેવાયા છે અને જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ તમામ ગરીબોને તેમના ઘર આંગણે સુધી પહોંચાડવામાં આવશે તેમ અંબાજી મંદિરના અધિક ઈજનેર રજનીકાંત મેવાડા દ્વારા માહિતી
આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News